________________
પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ—નય દૃષ્ટાંત
૪૫૭
છો ? ત્યારે વિશુદ્ધતર નૈગમનયની અપેક્ષાએ તેણે જવાબ આપ્યો- પ્રસ્થક છોલું છું. ત્યાર પછી કાષ્ઠના મધ્યભાગને કોતરતો જોઈ પૂછ્યું તમે શું કોતરો છો ? ત્યારે તેણે કહ્યું પ્રસ્થક કોતરું છું. તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર પ્રસ્ચકનો આકાર અંકિત કરતા જોઈને કોઈ મનુષ્યે પૂછ્યું- શું ઔકિત કરો છો ? ત્યારે તેણે જવાબ આપ્યો કે પ્રસ્થક ઔંકેત કરું છું. આ રીતે જ્યાં સુધી સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થાય ત્યાં સુધી વિશુદ્ધતર નૈગમનય સર્વ અવસ્થાને સંકલ્પિત પ્રસ્થક રૂપે સ્વીકારે છે.
નૈગમની જેમ વ્યવહારનું વક્તવ્ય પણ જાણવું.
સંગ્રહનય ધાન્યપરિપુરિત ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને જ પ્રસ્થક કહે છે અથવા ધાન્ય આપવા માટે ઊર્ધ્વમુખી સ્થિત પ્રસ્થકને પ્રસ્થક કહે છે.
ૠજુત્ર નયાનુસાર પ્રસ્થક પણ પ્રસ્થક છે અને તેથી માપેલ ધાન્યાદિ પદાર્થ પણ પ્રસ્થક છે.
ત્રણે શબ્દ નર્યા (શબ્દનય, સમભિરૂઢ નય અને એવભૂતનય) ના મતાનુસાર પ્રસ્થકના અર્થાધિકારના જ્ઞાતાનો તે પ્રસ્થક સ્વરૂપના પરિજ્ઞાનમાં ઉપયોગ હોય, તે ઉપયુક્ત (ઉપયોગવાન) જીવ કે જેનાથી પ્રસ્થક નિષ્પન્ન થાય તે પ્રસ્થક છે. આ રીતે પ્રકના દૃષ્ટાંતથી નયપ્રમાણનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
પ્રસ્થક એ મગધદેશ પ્રસિદ્ધ ધાન્ય માપવાના એક પાત્રનું નામ છે. કોઈ માણસ લાકડાનો પ્રત્યક બનાવવાના સંકલ્પથી લાકડું લેવા કુહાડી લઈ વન તરફ જતો હોય અને તેને પૂછવા પર તે ઉત્તર આપે કે પ્રસ્થક લેવા જાઉં છું. તે જવાબ અવિશુદ્ધ નૈગમ નયને માન્ય છે. નૈગમનય સંકલ્પિત વિષયમાં તે પર્યાયોનો આરોપ કરી તે પર્યાય રૂપે તેને સ્વીકારે છે. લાકડું કાપતા સમયે ઉત્તર આપ્યો તે પહેલા કરતાં વિશુદ્ધ છે. કારણ કે વનમાં પ્રયાણ સમયે માત્ર સંકલ્પ હતો. લાકડુ છોલતા, ઉત્કીર્ણાદિ પ્રત્યેક ક્રિયાના સમયે પ્રસ્થક બનાવવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે. કારણની નિકટતા વૃદ્ધિ પામેલી હોવાથી વિશુદ્ધિ વધતી જાય છે. નૈગમનય સંકલ્પ માત્રગ્રાહી હોવાથી સત્ય છે. સંકલ્પના અનેકરૂપ છે, તેથી નૈગમનય અનેક પ્રકારે વસ્તુને માને છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રત્યેક ઉત્તરો આપવામાં આવે છે.
નૈગમનયમાં લોકવ્યવહારની પ્રધાનતા હોય છે. તે લોકવ્યવહારને પ્રધાન બનાવી પ્રવૃત્ત થાય છે. નૈગમનયોક્ત અવસ્થાઓ (જવા, દવા, છોલવાદિરૂપ અવસ્થાઓ)માં પ્રસ્થક રૂપ વ્યવહાર લોકમાં થાય છે. વ્યવહારનય નય પણ વ્યવહારને પ્રધાન બનાવે છે, માટે નૈગમનયની જેમ વ્યવહાર નય પણ છંદવાદિ ક્રિયાઓમાં પ્રચક' રૂપ વ્યવહારનો સ્વીકાર કરે છે.
સંગ્રહનય સામાન્યરૂપે સમસ્ત વસ્તુને ગ્રહણ કરે છે. ધાન્યથી પુરિત પ્રસ્થકને તે પ્રસ્થકરૂપે સ્વીકારે છે. આ નય સામાન્યની અપેક્ષાએ સર્વ પ્રસ્ચકોનો એકરૂપે સંગ્રહ કરે છે. કોઈ વિવક્ષિત પ્રસ્થકને જ જો પ્રસ્ચક રૂપ માનવામાં આવે તો તે પ્રચકથી ભિન્ન પ્રસ્થકોમાં પ્રસ્થકત્વ સામાન્યનો વ્યપદેશ થઈ શકશે નહીં. કારણ કે સામાન્યથી ભિન્ન વિશેષનું અસ્તિત્વ સંભવિત નથી. દરેક પ્રચકમાં પ્રસ્ચકત્વ સામાન્ય