________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૫૫ |
સંસારી જીવમાં સંસારીત્વ સમાન છે. તેમાં કોઈ(વ્યવહારનય) વિશેષતા બતાવે કે સંસારી જીવમાં કેટલાક ત્રસ છે, કેટલાક સ્થાવર છે. પુનઃ સંગ્રહનય તેમાં સામાન્યને જ ગ્રહણ કરશે કે ત્રસત્વની અપેક્ષાએ બધા ત્રસજીવ સમાન છે અને સ્થાવરત્વની અપેક્ષાએ સ્થાવર જીવ સમાન છે. આ રીતે સંગ્રહનય સામાન્યગ્રાહી
(૩) વ્યવહારનય :- સંગ્રહનય જ્યાં જ્યાં સામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ક્રમથી વિશેષ ધર્મનું પ્રતિપાદન કરે છે. સંગ્રહનયે ગ્રહણ કરેલા વિષયમાં વિધિ પૂર્વક ભેદ કરે તેને વ્યવહારનય કહે છે. સંગ્રહનય કહેશે મનુષ્યત્વની અપેક્ષાએ સર્વ મનુષ્ય એક છે. વ્યવહારનય તેમાં વિશેષતા બતાવશે કે બધા મનુષ્ય સમાન નથી. કેટલાક ભારતીય છે, કેટલાક અમેરીકન, યુરોપીયન છે. સંગ્રહનય કહેશે બધા ભારતીય મનુષ્ય એક છે કારણ કે ભારતીયપણું સમાન છે. વ્યવહાર નય કહેશે બધા ભારતીય મનુષ્ય એક નથી, કારણ કે કેટલાક ગુજરાતના છે, કેટલાક પંજાબના છે અને કેટલાક મહારાષ્ટ્રના છે. સંગ્રહનય ગુજરાતના સર્વ મનુષ્યોમાં ગુજરાતીત્વ સમાન છે, માટે એક છે તેમ કહેશે, તો વ્યવહારનય ભિન્નતા કરશે કે બધા ગુજરાતી સમાન નથી કેટલાક કાઠીયાવાડના છે, કેટલાક સોરઠના છે.આ રીતે સંગ્રહનય જે ક્રમથી એકતા કરે છે તે જ ક્રમથી વ્યવહારનય તેમાં ભિન્નતા કરે છે તે અંતિમ વિશેષપર્યત ભેદ કરે છે. આ રીતે વ્યવહાર નય વિશેષગ્રાહી છે.
(૪) જસત્રનયઃ- ઋજુસૂત્રનય ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વિશેષને ગ્રહણ નથી કરતું. વર્તમાન અને તેમાંય સ્વકીય હોય તેને જ ગ્રહણ કરે છે. ભૂતકાળ નષ્ટ થઈ ગયો છે, ભવિષ્ય હજુ ઉત્પન્ન નથી. તેથી કાર્યકારી નથી. વર્તમાનમાં પણ સ્વકીય જ કાર્યકારી છે. પરકીય-પરનું હોય તે કાર્યકારી નથી માટે ઋજુસૂત્રનય તેનો સ્વીકાર કરતું નથી.
(૫) શબ્દનય :- વર્તમાનકાલીન અને સ્વકીયમાં પણ લિંગ, કારક, વિભક્તિના ભેદથી શબ્દનય ભેદ માને છે. જેમકે દારા અને કલત્ર બંને શબ્દ સ્ત્રીવાચક છે પરંતુ દારા શબ્દ સ્ત્રીલિંગવાચી છે, 'કલત્ર' શબ્દ નપુંસકલિંગવાચી છે. શબ્દનય તે બંને શબ્દના લિંગ ભિન્ન હોવાથી ભિન્ન માનશે. ગુલાબ અને ગુલાબો અહીં વચનનો ભેદ છે. એકવચન–બહુવચન છે માટે બંનેને ભિન્ન માને છે. () સમભિરૂઢ નય - લિંગ, કારક, વચન, એક હોવા છતાં વ્યુત્પત્તિના ભેદથી ભેદ કરે છે. જેમ કે ઈન્દ્ર, પુરન્દર, શક, એક લિંગવાચી છે પણ ત્રણેની વ્યુત્પત્તિ ભિન્ન છે. ઐશ્વર્યથી યુક્ત હોય તે ઈન્દ્ર, શત્રુના નગરનો નાશ કરે તે પુન્દર. આ રીતે વ્યુત્પત્તિ ભિન્ન હોવાથી તેને ભિન્ન માને છે.
(૭) એવંતનય - વ્યુત્પત્તિ અનુસાર તે શબ્દ ક્રિયા યુક્ત હોય ત્યારે જ એવંભૂતનય તે વસ્તુ માટે તે શબ્દનો પ્રયોગ કરવો સ્વીકારે છે. જેમ કે ઐશ્વર્યથી યુક્ત હોય, રાજસિંહાસને બિરાજમાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. ભિક્ષા કરતા હોય ત્યારે જ ભિક્ષુ કહેવાય, અન્ય સમયે નહીં. મૌન રાખે ત્યારે જ મુનિ કહેવાય, બોલતા હોય ત્યારે નહીં.
આ સાતે નયનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. સૂત્રકારે ત્રણ દષ્ટાંતથી સાત નયના સ્વરૂપને સ્પષ્ટ કરેલ છે.