________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદિ
| ૪૫૧ |
નિર્વિશ્યમાન સાધક ગ્રીષ્મકાળમાં જઘન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસનું તપ કરે છે, શીતકાળમાં જઘન્ય બે ઉપવાસ, મધ્યમ ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે; વર્ષાકાળમાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે છે; પારણાના દિવસે આયંબિલ તપ કરે છે. કલ્પસ્થિત અન્ય પાંચ સાધુ નિત્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે છ મહિના સુધી તપ કરે છે.
પછીના છ મહિના જે નિર્વિશ્યમાનક હોય તે અનુપારિવારિક–વૈયાવચ્ચ કરનાર બને છે. તેઓ નિર્વિષ્ટકાયિક કહેવાય છે. જે વૈયાવચ્ચ કરનાર હોય તે તપ કરનાર નિર્વિશ્યમાનક બને છે. પૂર્વ પ્રમાણે છે મહિના તપ કરે છે.
ત્રીજા છ મહિના દરમ્યાન વાચનાચાર્ય તપસ્વી, નિર્વિશ્યમાનક બને છે. શેષ આઠ સાધુમાંથી એક વાચનાચાર્ય બને અને શેષ સાત નિર્વિષ્ટકાયિક–વૈયાવચ્ચ કરે છે. આ રીતે અઢાર મહિને આ તપ આરાધના પૂર્ણ થાય છે. અઢાર મહિનાનો કલ્પ પૂર્ણ થતાં તેઓ જિનકલ્પ અંગીકાર કરે અથવા ગચ્છમાં પાછા આવે અથવા પુનઃ પરિહાર તપનો પ્રારંભ કરે. તીર્થકર ભગવાનના સાનિધ્યમાં અથવા જેઓએ આ કલ્પ તીર્થંકર પાસેથી અંગીકાર કર્યો હોય તેઓ પાસેથી જ આ કલ્પનો સ્વીકાર કરાય છે, અન્ય પાસે નહીં. જેઓએ છેદોપસ્થાપના ચારિત્ર અંગીકાર કર્યું હોય તે જ આ ચારિત્રને સ્વીકારી શકે છે, અન્ય નહીં. તેથી ભરત અને ઐરાવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાલમાં જ આ ચારિત્ર હોય છે. મહાવિદેહક્ષેત્રમાં કે મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાલમાં છેદોસ્થાપનીય ચારિત્ર હોતું નથી તેથી આ ચારિત્ર પણ હોતું નથી.
આ ચારિત્રના અધિકારી બનવા માટે ઉંમર ઓછામાં ઓછી ૨૯ વરસની તથા દીક્ષા પર્યાય ઓછામાં ઓછી ૨૦વરસની જોઈએ. ઉત્કૃષ્ટ પર્યાય તો કાંઈક ન્યૂન કોટિ પૂર્વ વર્ષની જાણવી. આ સંયમના અધિકારી મુનિ સાડા નવ પૂર્વના જ્ઞાતા હોય છે. તેઓ દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા અને વિહાર કરી શકે છે. અન્ય સમયમાં ધ્યાન-કાયોત્સર્ગ કરે છે. ૪. સુહમપરાય ચારિત્ર - જીવ જેના કારણે સંસારમાં પરિભ્રમણ કરે તેને સંપાય કહેવામાં આવે છે. કષાયના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે ક્રોધ-માન-માયા-લોભરૂ૫ કષાયને સંપાય કહેવાય છે. જે ચારિત્રમાં સૂક્ષ્મ સંજ્વલન લોભનો ઉદય હોય, અન્ય ક્રોધાદિ કષાય ન હોય તેવા દસમા ગુણસ્થાનવર્તી મુનિઓના ચારિત્રને સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહે છે. આ ચારિત્રના સંક્તિશ્યમાનક અને વિશુદ્ધયમાનક એવા બે ભેદ છે.
વિશદ્વયમાનક - ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણી પર ચઢતા જીવ દસમે ગુણસ્થાનકે આવે અને આ ચારિત્ર પામે ત્યારે તે વિશુદ્ધયમાનક કહેવાય છે. શ્રેણી આરોહણ કરતાં હોવાથી તેના પરિણામ વિશદ્ધ હોય અને વર્ધમાન હોય છે.
સંકિલયમાનક - ઉપશમશ્રેણિવાળા જે જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડે અને દસમે ગુણસ્થાનકે આવી આ ચારિત્ર પામે ત્યારે તે સંક્લિશ્યમાનક સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહેવાય છે. પતનો—ખી દશામાં