________________
| ૪૫૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
તે સામાયિક ચારિત્ર. સામાયિક ચારિત્રના ભેદ :- સામાયિક ચારિત્રના ઈન્ડરિક અને યાવત્રુથિક એવા બે ભેદ છે. (૧) ઈન્ગરિક એટલે અલ્પકાલિક. ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં કોઈ વ્યક્તિ દીક્ષિત થાય ત્યારે પ્રથમ સામાયિક ચારિત્ર આપવામાં આવે અને પછી મહાવ્રત આરોપણ કરવામાં આવે, જે વડીદીક્ષાના નામે પ્રસિદ્ધ છે. મહાવ્રતમાં સ્થાપિત ન કર્યા હોય તેવા નવદીક્ષિત-શૈક્ષ સાધુનું સામાયિક ચારિત્ર ઈત્વરિત સામાયિક છે અથવા બે ઘડીની કે ચાર ઘડીની શ્રાવકની નિયતકાલની સામાયિક ઈન્ડરિક સામાયિક ચારિત્ર છે.
(૨) યાવત કથિક - યાવન્કથિત સામાયિક એટલે જીવનભર, ચાવજીવનનું ગ્રહણ કરાતું ચારિત્ર. ભરત–ઐરાવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોના સાધુઓને મહાવ્રત આરોપણાની બીજી વાર દીક્ષા અપાતી નથી. તેઓને માવજીવનનું સામાયિક ચારિત્ર જ હોય છે. તે વાવસ્કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. ૨. છેદોષસ્થાનીય ચારિત્ર :- જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તેના બે ભેદ છે- સાતિચાર અને નિરતિચાર. સાતિચાર– મહાવ્રતાદિમાં દોષ લાગ્યા હોય ત્યારે દીક્ષા પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન કહેવાય છે. નિરતિચાર– ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જ્યારે મહાવ્રતનું આરોપણ કરાય છે ત્યારે, વડી દીક્ષાના સમયે પૂર્વચારિત્રનો છેદ કરી મહાવ્રતોમાં ઉપસ્થાપિત કરાય અથવા સાધુ એક તીર્થમાંથી બીજા તીર્થમાં સમ્મિલિત થાય ત્યારે પુનઃ દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. જેમકે પાર્થ પરંપરાના કેશી સ્વામી મહાવીર સ્વામીના તીર્થમાં આવ્યા ત્યારે તેઓને મહાવ્રતારોપણ કરવામાં આવ્યું તેને પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે.
૩. પરિહાર વિશદ્ધ ચારિત્ર :- પરિહાર એટલે તપ વિશેષ. વિશેષ પ્રકારના તપથી જે ચારિત્રમાં વિશદ્ધિ પ્રાપ્ત થાય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહે છે. આ પરિહારવિશુદ્ધ ચારિત્રના બે ભેદ છે. ૧. નિર્વિશ્યમાનક અને ૨. નિર્વિષ્ટકાયિક. નિર્વિશ્યમાનક:- આ ચારિત્રમાં પ્રવેશી તપોવિધિ પ્રમાણે જે તપ કરે છે તે નિર્વિશ્યમાનક કહેવાય છે.
નિર્વિકાયિક – તપોવિધિ અનુસાર તપ આરાધના જેણે કરી લીધી છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશ્યમાનક તપ આરાધના કરે છે અને નિર્વિષ્ટકાયિક તપ આરાધકોની સેવા કરે છે. પરિહારવિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કરવાની વિધિ આ પ્રમાણે છે.
નવ સાધુ સાથે મળી, ગચ્છથી અલગ રહી પરિહારતપની આરાધના કરે છે. તેમાંથી ચાર સાધક નિર્વિશ્યમાનક બની તપનું આચરણ કરે છે અને શેષ પાંચમાંથી ચાર અનુપારિવારિક હોય છે તે વૈયાવચ્ચ કરે છે. એક સાધુ વાચનાચાર્ય બને છે.