________________
૪૫૧
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
સંક્લેશની અધિકતા હોય છે. પતનનું કારણ જ સંક્લેશ છે.
ઃ
૫. યથાખ્યાત ચારિત્ર :– યથાર્થ રૂપે સર્વાત્મના જે ચારિત્ર કષાય રહિત હોય તે થયાખ્યાત ચારિત્ર કહેવાય છે અથવા આત્માનું જેવું કષાય રહિત સ્વરૂપ છે, તે રૂપે જ ચારિત્ર ખ્યાત એટલે પ્રસિદ્ધિને પામે છે તે યથાખ્યાત ચારિત્ર.
યશાખ્યાત ચારિત્રના ભેદ :– આ ચારિત્રના બે ભેદ છે. પ્રતિપાતી અને અપ્રતિપાતી. પ્રતિપાની– જે જીવોના કષાય ઉપશાંત થયા છે, તેવા અગિયારમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર પ્રતિપાતી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. તેઓનું આ ચારિત્ર અંતર્મુહૂર્ત પર્યંત જ રહે છે. અપ્રતિપાતી– જેઓએ કષાયનો સર્વથા ક્ષય કર્યો છે, તેવા બારમા—તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોનું આ ચારિત્ર અપ્રતિપાતી હોય છે.
આશ્રયભેદથી આ ચારિત્રના છાસ્થિક અને કૈવલિક એવા બે ભેદ થાય છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી જીવનું ચારિત્ર છાાસ્થિક કહેવાય છે. અગિયારમા અને બારમા ગુણસ્થાનવી જીવોને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી વીતરાગ છે પરંતુ શેષ ત્રણ થાતીકર્મ હોય છે. તેથી તેઓ છદ્મસ્ય જ કહેવાય છે. તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી કેવળજ્ઞાની જીવોનું આ ચારિત્ર કૈવલિક કહેવાય છે.
આ રીતે ચારિત્રગુણ પ્રમાણ, જીવ ગુણ પ્રમાણ અને ભાવપ્રમાણના પ્રથમ ભેદરૂપ ગુણ પ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
॥ પ્રકરણ-ર સંપૂર્ણ ॥