________________
[ ૪૪૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉપદેશ આપે છે અથવા ગણધરો સાક્ષાત્ તીર્થંકર પાસેથી અર્થરૂપ આગમ પ્રાપ્ત કરે છે માટે અર્થાગમ ગણધરો માટે અનંતરાગમ છે અને તેમના શિષ્યો તીર્થકરના અર્થરૂપ ઉપદેશને ગણધરો દ્વારા પ્રાપ્ત કરે છે માટે અર્થાગમ તેઓ માટે પરંપરાગમ છે. ગણધરના શિષ્યો સૂત્રરૂપ જ્ઞાન સાક્ષાત્ ગણધરો પાસેથી મેળવે છે માટે સૂત્રાગમ તેઓ માટે અનંતરાગમ છે. ગણધરોના શિષ્ય પછીની પરંપરા માટે સૂત્રાગમ અને અર્થાગમ બંને પરંપરાગમ રૂપ જ છે, આત્માગમ કે અનંતરાગમ નથી. સંક્ષેપમાં વિચારીએ તો સ્વયં પોતાની રચના આત્માગમ, સાક્ષાત્ જે મેળવે તેને માટે અનંતરાગમ અને પરંપરાએ મેળવે તે પરંપરાગમ કહેવાય છે. આ રીતે પ્રત્યક્ષાદિ ચાર ભેદ સહિત જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થયું.
દર્શનગુણ પ્રમાણ :४५ से किं तं दसणगुणप्पमाणे ? दसणगुणप्पमाणे चउव्विहे पण्णत्ते, तं जहा- चक्खुदंसणगुणप्पमाणे, अचक्खुदंसण गुणप्पमाणे, ओहिदसणगुणप्पमाणे, केवल- दसणगुणप्पमाणे य ।
चक्खुदंसणं चक्खुदंसणिस्स घड-पड-कड-रथादिएसु दव्वेसु, अचक्खुदंसणं अचक्खुदंसणिस्स आयभावे, ओहिदसणं ओहिदंसणिस्स सव्वरूविदव्वेहिं ण पुण सव्वपज्जवेहिं । केवलदसणं केवलदंसणिस्स सव्वदव्वेहिं सव्वपज्जवेहि य । से तं दंसणगुणप्पमाणे । શબ્દાર્થ -આયન = આત્મભાવમાં હોય છે, સબ્બરવલ્વેદં = સર્વરૂપી દ્રવ્યોમાં હોય છે, જ પુખ સવ્વપા = પણ સર્વ પર્યાયમાં નહીં. ભાવાર્થ :- પ્રશ્ન- દર્શનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- દશર્નગુણ પ્રમાણના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) ચક્ષુદર્શન ગુણ પ્રમાણ, (૨) અચક્ષુદર્શન ગુણપ્રમાણ, (૩) અવધિદર્શન ગુણ પ્રમાણ, (૪) કેવળદર્શન ગુણપ્રમાણ.
(૧) ચક્ષુદર્શનીનું ચક્ષુદર્શન ઘટ, પટ, કટ, રથ વગેરે પદાર્થમાં હોય છે. (૨) અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન આત્મભાવમાં હોય છે અર્થાત્ ઘટાદિ પદાર્થ સાથે સંશ્લેષ થવા પર થાય છે. (૩) અવધિદર્શનીનું અવધિદર્શન સર્વ રૂપી દ્રવ્યોમાં હોય છે પણ તેની સર્વ પર્યાયમાં નથી. (૪) કેવળદર્શનીનું કેવળ -દર્શન સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયમાં હોય છે. આ દર્શન ગુણ પ્રમાણનું સ્વરૂપ પૂર્ણ થાય છે.
વિવેચન :
પ્રત્યેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક હોય છે. સર્વ દ્રવ્યમાં સમાન રૂપે જે ગુણ રહે તે સામાન્ય કહેવાય છે અને અસાધારણ ગુણને વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યગત સામાન્યનો બોધ દર્શન ગુણ દ્વારા થાય છે.