________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યાદિ
૪૪૫
ભાવાર્થ :- અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે– ૧. ત્રાગમ ૨. અર્થાગમ ૩. નદુભયાગમાં
અથવા લોકોત્તરિક આગમના ત્રણ પ્રકાર છે– ૧. આત્માગમ ૨. અનંતરાગમ અને ૩. પરંપરાગમ. તીર્થંકરો માટે અર્થજ્ઞાન આત્માગમ છે. ગણધરો માટે સૂત્રજ્ઞાન આત્માગમ છે અને અર્થજ્ઞાન અનંતરાગમ છે. ગણધરોના શિષ્યો માટે સૂત્રજ્ઞાન અનંતરાગમ છે અને અર્થજ્ઞાન પરંપરાગમ છે. તત્પશ્ચાતુની શિષ્ય પરંપરા માટે સૂત્રજ્ઞાન અને અર્ધજ્ઞાન બંને આત્માગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે. આવું લોકોત્તરિક આગમનું સ્વરૂપ જાણવું. આ રીતે આગમ પ્રમાણ અને જ્ઞાનગુણ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે.
વિવેચન :
આચાર્યોએ આગમની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે.
(૧) નિરુક્તિમૂલક વ્યાખ્યા મુરુષાર૧ર્વે આ
છત્તીત્યામઃ । જે જ્ઞાન ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે તે આગમ. આ નિરુક્તિથી સ્પષ્ટ થાય છે કે આગમ શબ્દ કંઠોપકંઠ શ્રુતપરંપરાનો વાચક છે. અહીં શ્રુત અને આગમ શબ્દ એકાર્યક બની જાય છે.
(૨) વિષય પરક આગમની વ્યાખ્યા આ સમન્તાદ્ ગમ્યો-જ્ઞાયને નીવાયઃ પવાયા અનેનેતિ આમા જેના દ્વારા અનંત ગુણધર્મ યુક્ત જીવ–અજીવ વગેરે પદાર્થ જાણી શકાય તેને આગમ કહેછે.
(૩) વીતરાગ સર્વજ્ઞ કથિત છદ્રવ્ય, નવ તત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને વ્રતાદિ અનુષ્ઠાન રૂપ ચારિત્ર, આ રત્નત્રયનું સ્વરૂપ જેમાં પ્રતિપાદિત છે તે આગમ. આ આગમ જ શાસ્ત્ર નામે પ્રસિદ્ધ છે.
(૪) સર્વ દોષ પ્રક્ષીણ થઈ ગયા છે તેવા પ્રત્યક્ષજ્ઞાની દ્વારા પ્રણીત શાસ્ત્ર આગમ કહેવાય છે.
(૫)આપ્તના વચન તે આગમ છે. આપ્તના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન જ આગમ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી આપ્તવચનને આગમ કહેવામાં આવે છે.
મિથ્યાદષ્ટિ-અજ્ઞાની દ્વારા રચિત ગ્રંથો લૌકિક આગમ કહેવાય છે. જયારે તીર્થંકર પ્રણીત દ્વાદશાંગી લોકોત્તરિક આગમ કહેવાય છે.
લોકોત્તરિક આગમના ત્રણ ત્રણ ભેદ છે. (૧) સૂત્રરૂપ આગમ (૨) અર્થરૂપ આગમ અને (૩) સૂત્ર-અર્થ ઉભયરૂપ આગમ. તીર્થંકરો અર્થરૂપે ઉપદેશ આપે છે. ગણધરો તે ઉપદેશને સૂત્ર રૂપે ગૂંથે છે. બંનેનો મેળ એટલે ઉભયરૂપ આગમ.
બીજી રીતે લોકોત્તરિક આગમના (૧) આત્માગમ, (ર) અનંતરાગમ (૩) પરંપરાગમ. એવા ત્રણ ભેદ કર્યા છે. તીર્થંકરો અર્થ ઉપદેષ્ટા છે. ગણધરો તેને સૂત્ર રૂપે ગૂંથે છે, સૂત્રબદ્ધ કરે છે. તેથી તીર્થંકરો માટે અર્થરૂપ આગમ અને ગણધરો માટે સૂત્રરૂપ આગમ આત્માગમ છે. તીર્થંકરો ગણધરોને અનુલક્ષીને