________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદ
| ૪૪૭ ]
અને દ્રવ્યગત વિશેષનો બોધ જ્ઞાનગુણ દ્વારા થાય છે. જીવના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું વિશેષરૂપે નામ, સંજ્ઞાદિ વિકલ્પપૂર્વક ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનું નામ, સંજ્ઞાદિ વિકલ્પ વિના, સત્તામાત્રનું ગ્રહણ થાય તે દર્શન કહેવાય છે. આંખથી પદાર્થને જોઈ, આ કાંઈક છે, તેવો બોધ તે દર્શન છે અને આ શુક્લ છે, આ કુષ્ણ છે, તેવો બોધ થાય તેને જ્ઞાન કહે છે. દર્શનના ચાર પ્રકાર છે
૧. ચક્ષુદર્શન - આંખ દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે ચક્ષુદર્શન કહેવાય છે. ભાવચક્ષુરિન્દ્રિયાવરણ કર્મના ક્ષયોપશમ અને ચક્ષુરૂપ દ્રવ્યન્દ્રિયના અનુપઘાતથી (કોઈપણ પ્રકારનો ઉપઘાત થયો ન હોય તો) ચક્ષુદર્શન લબ્ધિ(આંખથી જોઈ શકાય તેવી શક્તિ) પ્રાપ્ત થાય છે. તેવા ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન જીવોને ચક્ષુના આલંબનથી મૂર્તિ દ્રવ્યોનો વિકલ્પ વિના એકદેશથી સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુદર્શન કહે છે. ચક્ષુદર્શનના વિષયને બતાવતા સૂત્રકારે ઉદાહરણ રૂપે ઘટ-પટ વગેરે વિશેષનો ઉલ્લેખ કર્યો છે. તેનું કારણ એ છે કે સામાન્ય અને વિશેષ આ બંને ધર્મ એક જ દ્રવ્યના ગુણ છે. તેથી બંનેમાં કથંચિત્ અભેદ હોય છે. વિશેષ રહિત સામાન્ય ખરવિષાણ–ગધેડાના શીંગડાની જેમ અસતુ છે. તેથી વિશેષમાં રહેલ સામાન્યને જ ચક્ષુદર્શન ગ્રહણ કરે છે તે સૂચવવા ઘટ–પટ–કટ વગેરેના ઉદાહરણ આપ્યા છે.
૨. અત્યક્ષદર્શન - આંખ સિવાયની શેષ ચાર ઈન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય બોધ થાય તે અચક્ષુદર્શન કહેવાય છે. અચક્ષુદર્શન થવા માટે ભાવ અચક્ષુરિન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી પ્રાપ્ત અચક્ષુદર્શન લબ્ધિની આવશ્યકતા રહે છે. ચહ્યું અને મન અપ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ પામ્યા વિના, દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે પરંતુ શેષ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પદાર્થનો સ્પર્શ કે ગાઢ સ્પર્શ થાય ત્યારે જ વિષયને ગ્રહણ કરે છે. આ વાતનો સંકેત કરવા જ સૂત્રકારે 'મામાને આત્મભાવ પદ આપ્યું છે. ચક્ષુ સિવાયની શેષ શ્રોત્ર, ઘાણ, રસના, ત્વચા, પદાર્થ સાથે આત્મભાવને પામે, સંશ્લેષણ પણાને પામી એકરૂપ બને ત્યારે સામાન્યનો બોધ થાય છે.
બીજી રીતે સમજીએ તો અચદર્શનમાં પદાર્થની પરોક્ષતા મુખ્ય છે માટે તે પદાર્થોમાં અચદર્શનીનું અચક્ષુદર્શન ન કહેતાં, તે પરોક્ષ પદાર્થોથી થતાં આત્મભાવમાં અચક્ષુદર્શનીનું અચક્ષુદર્શન કહ્યું છે. ભવાંતરમાં જતાં ઔદારિક આદિ શરીર રહિત જીવને અચક્ષુદર્શન હોય છે. તે પણ આત્મભાવમાં જ હોય છે. ત્યાં તો સ્થૂલ ઈન્દ્રિયો પણ હોતી નથી.
ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને પદાર્થને વિકલરૂપે-આંશિકરૂપે ગ્રહણ કરે છે. ૩. અવધિદર્શન :- અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી ઈન્દ્રિયની સહાયતા વિના સમસ્ત રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ થાય તેને અવધિદર્શન કહે છે. અવધિદર્શન લબ્ધિવાળો જીવ પરમાણુથી લઈ અચિત્ત મહાસ્કન્ધ પર્વતના સર્વ રૂપી દ્રવ્યને સામાન્ય રૂપે જોઈ શકે છે. તેનો વિષય સર્વ રૂપી દ્રવ્ય હોવા છતાં તે પ્રત્યેક પદાર્થની સર્વપર્યાયને ગ્રહણ કરી શકતો નથી. અવધિદર્શન જઘન્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર પર્યાય અને ઉત્કૃષ્ટ એક પદાર્થની સંખ્યાત અસંખ્યાત પર્યાયને વિષય કરી શકે છે.