________________
| પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ -પ્રત્યાદિ
[ ૪૪૩]
४० से किं तं सव्वेहम्मे ?
सव्ववेहम्मे णत्थि, तहा वि तेणेव तस्स ओवम्मं कीरइ, जहा- पीएणं णीयसरिसं कयं, दासेणं दाससरिसं कयं, काकेण काकसरिसं कयं, साणेणं साणसरिसं कयं, पाणेणं पाणसरिसं कयं । से तं सव्ववेहम्मे । से तं वेहम्मोवणीए । से तं ओवम्मे । શબ્દાર્થ –ff - નીચ પુરુષ, નીયરિવં વાં-નીચ સદેશ(જેવું) કર્યું, જેને પગલસિં = ચાંડાલે ચાંડાલ જેવું. ભાવાર્થ :- પ્રશ્ન- સર્વધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેમાં કોઈપણ પ્રકારની સમાનતા ન હોય તેવી વિસદશતા કોઈ પણ બે પદાર્થમાં હોતી નથી. તેથી સર્વધર્મ ઉપમા નથી. તો પણ તે પદાર્થને તે પદાર્થની જ ઉપમા આપવામાં આવે છે. નીચે નીચના જેવું, દાસે દાસ જેવું, કાગડાએ કાગડા જેવું, શ્વાને શ્વાન જેવું, ચાંડાળ ચાંડાળ જેવું કાર્ય કર્યું. આ સર્વધર્મોપની ઉપમાન પ્રમાણ છે. આ રીતે વૈધર્મોપનીત ઉપમાન પ્રમાણ તેમજ ઉપમાન પ્રમાણનું
સ્વરૂપ વર્ણન પુરું થયું. વિવેચન :
વેધર્મોપનીત વિલક્ષણતાનો બોધ કરાવે છે, તેના ત્રણ ભેદ છે
(૧) કિર્તિધર્મોપનીત- આ ઉપમા પ્રમાણમાં સામાન્ય ધર્મની અપેક્ષાએ ભેદ નથી. ગોગત ધર્મો શબલ અને બહુલા બંને ગાયના વાછરડામાં સમાન છે પરંતુ તેમાં વર્ણભેદ અવશ્ય છે. આ રીતે આંશિક વિલક્ષણતા પ્રગટ કરી છે. (૨) પ્રાયઃ વૈધર્મોપનીત– તેમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવામાં આવે છે. વાયસ અને પાયસ આ બે નામમાં બે અક્ષરોની સમાનતા છે. વાયસ ચેતન છે અને પાયસ જડ પદાર્થ છે. તેથી બંનેમાં પ્રાયઃ સામ્ય નથી. (૩) સર્વધર્મોપનીત- તેમાં સર્વસાધર્મોપનીતની જેમ તે વસ્તુને તે વસ્તુની જ ઉપમા આપવામાં આવે છે. જેમ કે નીચ પુરુષે નીચ જેવું કાર્ય કર્યું. નીચ જેવું કાર્ય અનીચ–ઉચ્ચ વ્યક્તિ કરી જ ન શકે. તે કાર્ય નીચ જ કરે તે બતાવવા તેને અલગ પ્રકાર બતાવ્યો છે.
આગમ પ્રમાણ :४१ से किं तं आगमे ? आगमे दुविहे पण्णत्ते, तं जहा- लोइए य