________________
મહારાજ આદિનુ મંતવ્ય છે કે અનુયોગ દ્વાર સૂત્રની રચના આચાર્ય આર્યરક્ષિત કરી છે તેવું નિશ્ચિત્ત રૂપથી કહી ન શકાય. તેઓનું મંતવ્ય છે કે પ્રત્યેક આગમની જેમ આ અનુયોગદ્વાર સૂત્રની ભાષા અર્ધમાગધી જ છે. તેમ છતાં ચારનામ, પાંચનામ, તદ્ધિત સમાસ જેવા પ્રકરણો સંસ્કૃતનાજ વિષય છે અને તેના ઉદાહરણો માટે મૂળપાઠમાં સંસ્કૃત શબ્દો આપ્યા છે. તે રચનાકાર અને તેના સમય નિર્ધારણ માટે વિચારણીય છે. પરંતુ તેનું સમાધાન એ છે કે સ્થવિર કૃત આગમમાં તેમ શક્ય થઈ શકે છે. માટે આ સૂત્ર આર્યરક્ષિત કૃત છે, તે સુપ્રસિદ્ધ છે અને સમીચીન છે. વ્યાખ્યા સાહિત્ય :
મૂળ ગ્રંથોના રહસ્યોને ઉદ્ઘાટિત કરવા પ્રાચીન સમયથી જ વ્યાખ્યાત્મક સાહિત્ય રચવામાં આવી રહ્યું છે. વ્યાખ્યાત્મક સાહિત્ય લેખક મૂળગ્રંથના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ તો કરે, સાથે તે સંબંધમાં પોતાનું સ્વતંત્ર ચિંતન પણ પ્રસ્તુત કરે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું ગૌરવપૂર્ણ સ્થાન છે. તે વ્યાખ્યાત્મક સાહિત્ય પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. ૧. નિર્યુક્તિ ૨. ભાષ્ય ૩. ચર્ણિ ૪. ટીકા અને ૫. લોકભાષામાં રચિત વ્યાખ્યા.
નિર્યુક્તિ અને ભાષ્ય એ જૈન આગમોની પ્રાકૃત પદ્યબદ્ધ વ્યાખ્યાઓ છે. તેમાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે. આ વ્યાખ્યા શૈલીનું દર્શન અનુયોગદ્વાર સૂત્રમાં થાય છે. અનુયોગદ્વાર સૂત્ર પર ન નિર્યુક્તિ છે કે ન ભાષ્ય. અનુયોગદ્વાર પર સૌથી પ્રાચીન વ્યાખ્યા ચૂર્ણિરૂપે પ્રાપ્ત થાય છે.
ચૂર્ણિ એ પ્રાકૃત અથવા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં લખાયેલી વ્યાખ્યારૂપ છે. ચૂર્ણિઓ ગધાત્મક હોવાથી ભાવનાની અભિવ્યક્તિ નિબંધગતિથી તેમાં જોવા મળે છે. નિર્યુક્તિ અને ભાષ્યની અપેક્ષાએ તે વધુ વિસ્તૃત અને ચર્તુમુખી જ્ઞાનના સોતરૂપ છે. અનુયોગદ્વાર પર બે ચૂર્ણિ ઉપલબ્ધ છે. એક ચૂર્ણિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની છે. તે માત્ર 'અંગુલ' પદ પર જ છે. બીજી ચૂર્ણિના રચયિતા જિનદાસગણિમહત્તર છે. તેનો સમય વિક્રમ સં. ૫૦ થી ૭૫૦ ની મધ્યમાં છે કારણ કે નંદીચૂર્ણિની રચના વિ.સં. ૭૩૩માં તેઓએ કરી છે.
અનુયોગદ્વારચૂર્ણિ મૂળસૂત્રનું અનુસરણ કરીને લખવામાં આવી છે. આ ચૂર્ણિમાં
44