________________
પ્રાકૃત ભાષાનો જ મુખ્યરૂપે પ્રયોગ થયેલ છે. સંસ્કૃત ભાષાનો પ્રયોગ અતિ અલ્પ પ્રમાણમાં છે. તેમાં આરામ, ઉદ્યાન, શિવિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. અનુયોગદ્વાર સૂત્રનો પ્રારંભ પાંચ જ્ઞાનના નિર્દેશથી થાય છે. આ પાંચ જ્ઞાન પર ચૂર્ણિમાં ચૂર્ણિકારે પોતાનું ચિંતન ન આપતા લખ્યું છે કે આ વિષય પર નંદીચૂર્ણિમાં વ્યાખ્યા કરી છે તેમ જણાવી પાઠકોને ત્યાંથી પાંચ જ્ઞાનની વ્યાખ્યા જોવાનું સૂચન કર્યું છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે અનુયોગદ્વાર સૂત્રની ચૂર્ણિ નંદીચૂર્ણિ પછી લખવામાં આવી છે.
ચૂર્ણિમાં અનુયોગ વિધિ અને અનુયોગાર્થ પર ચિંતન કરતાં આવશ્યકને ઘણું ઉજાગર કર્યુ છે. આનુપૂર્વી પર વિવેચન કરતાં અને કાલાનુપૂર્વીનું પ્રતિપાદન કરતાં કાલના એકમોનો પરિચય કરાવ્યો છે. સંગીત દષ્ટિએ સપ્ત સ્વરોનું ઊંડાણથી ચિંતન કર્યું છે. વીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, બ્રીડનક, બીભત્સ, હાસ્ય, કષ્ણ અને પ્રશાંત આ નવ રસોનું સોદાહરણ નિરૂપણ છે. આત્માંગુલ, ઉત્સઘાંગુલ, પ્રમાણાંગુલ, કાલપ્રમાણ, મનુષ્યાદિ પ્રાણીઓનું પ્રમાણ, ગર્ભજ મનુષ્યોની સંખ્યા વગેરે પર વિવેચન કર્યું છે. જ્ઞાન, પ્રમાણ, સંખ્યાત- અસંખ્યાત, અનંત વગેરે વિષયોને સ્પષ્ટ કરવા ચૂર્ણિકારે પ્રયાસ કર્યો છે.
આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સુપ્રસિદ્ધ ભાષ્યકાર હતા. તેઓએ અનુયોગદ્વારના અંગુલપદ પર એક ચૂર્ણિ લખી હતી. જિનદાસગણિ મહતરે તે ચૂર્ણિ પોતાની ચૂર્ણિમાં અક્ષરસઃ ઉધૃત કરેલ છે. પ્રસ્તુત ચૂર્ણિમાં આચાર્યે પોતાનું નામ પણ લખ્યું છે. – અનુયોગદ્વાર ચૂર્ણિ
જૈન મનીષીઓએ ચૂર્ણિ પછી આગમ સાહિત્ય પર સંસ્કૃતમાં અનેક ટીકાઓ લખી છે. ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રસૂરિનું નામ પ્રધાન છે. તેઓ પ્રાચીન ટીકાકાર છે. હરિભદ્રસૂરિ પ્રતાપપૂર્ણ પ્રતિભાના ધણી આચાર્ય હતા. તેઓએ અનેક આગમો પર ટીકાઓ લખી છે.
અનુયોગદ્વાર પર પણ તેમની એક મહત્ત્વપૂર્ણ ટીકા છે. જે અનુયોગ દ્વારા ચૂર્ણિની શૈલીથી લખેલ છે. ટીકાના પ્રારંભમાં પ્રથમ મહાવીર સ્વામીને વંદન કરી અનુયોગદ્વાર સૂત્ર પર વિવૃત્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે. આ અનુયોગવૃત્તિનું નામ તેઓએ શિષ્યદિતા' રાખ્યું છે. અનુયોગદ્વાર પર બીજી વૃત્તિ મલ્લધારી હેમચંદ્રાચાર્યની
45