________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યાદિ
૧
ઉત્તર- સર્વસાધર્મ્સમાં ઉપમા હોતી નથી. તેમ છતાં તેને તેની જ ઉપમાથી ઉર્મિત કરાય છે. જેમકે અરિહંતે અરિહત સંદેશ, ચક્રવર્તીએ ચક્રવર્તીસદેશ, બળદેવે બળદેવ સદેશ, વાસુદેવે વાસુદેવ સદેશ, સાધુએ સાધુ સદેશ કાર્ય કર્યું, આ સર્વ સાધર્મોપનીત ઉપમાન પ્રમાણ છે.
વિવેચન :
જે
એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમા કહે છે અને તે ઉપમા દ્વારા વસ્તુનુ જ્ઞાન થાય તે ઉપમાન પ્રમાણ કહેવાય છે.
ઉપમા બે પ્રકારની આપી શકાય છે. સમાન–સદેશ ગુણધર્મવાળા તુલ્યપદાર્થની અથવા વિસદશ ધર્મવાળા પદાર્થની. તેથી ઉપમાન પ્રમાણના બે ભેદ થાય છે. ૧. સાધોપનીત અને ૨. વૈધમ્યોપનીત. આ સૂત્રમાં સાધર્મોપનીતનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સાધોપનીત :– સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તો તે સાધોપનીત કહેવાય છે અને બે કે તેથી વધુ પદાર્થોમાં વિલક્ષણતા બતાવવામાં આવે તો તે વૈધોપનીત ઉપમાન કહેવાય છે. આ બંને પ્રકારના ઉપમાન પ્રમાણના પુનઃ ત્રણ-ત્રણ ભેદ છે. કિંચિત્, પ્રાયઃ અને સર્વતઃ
૧. કિંચિત્સાધોપનીત– બે ભિન્ન-ભિન્ન પદાર્થો વચ્ચે આંશિક ગુણધર્મોની સમાનતા જોઈ એકને બીજાની ઉપમા આપવામાં આવે તો કિંચિત્સાધોપનીત ઉપમાન પ્રમાણ કહેવાય છે. જેમ કે મેરુ અને સરસવ વચ્ચે મૂર્તિમાન– પૌદગલિત્વ ગુણધર્મની સમાનતા સ્વીકારી ઉપમા આપી છે. સૂર્ય—આગીયામાં પ્રકાશકત્વ, સમુદ્ર ગોપદમાં જલત્ય, ચંદ્રપુષ્પમાં શ્વેતતા, આ ધર્મની સમાનતાના કારણે ઉપમા આપવામાં આવી છે. પ્રકાશકત્વાદિ એક-એક ધર્મ-અંશમાં સમાનતા છે. શેષ સર્વ રીતે ભેદ છે તે વાત સ્પષ્ટ જ છે.
-
૨. પ્રાયઃ સાધર્મોપનીત – બે ભિન્ન વસ્તુના ઘણા ધર્મો સમાન હોય અને ઉપમા આપવામાં આવે, ઉપમાન અને ઉપમેય પદાર્થમાં સમાનતા વધુ હોય અસમાનતા અલ્પ–નગણ્ય હોય તો તેને પ્રાયઃ સાધર્મોપનીત ઉપમાન પ્રમાણ કહેવામાં આવે છે. કિચિત્સાધોપનીત કરતાં પ્રાયઃ સાધોપનીતનું ક્ષેત્ર વ્યાપક છે. કિંચિત્સાધોઁપનીતમાં શ્રોતાને વસ્તુનું જ્ઞાન તત્કાળ નથી થતું, વસ્તુને સમજવા સ્પષ્ટીકરણની આવશ્યકતા રહે છે, જ્યારે પ્રાયઃ સાધોપનીતમાં સમાનતા વધુ હોવાથી શ્રોતા ઉપમેય વસ્તુને તત્કાળ જાણી લે છે. જેમ કે ગાય અને ગવય(નીલગાય કે રોઝ) ખુર, ખૂંધ, શિંગડા વગેરેમાં સમાનતા છે. ગાયને ગોદડી હોય છે અને ગવય વર્તુળાકાર કેંઠવાળા હોય છે.
૩. સર્વ સાધર્મોપનીત – બે ભિન્ન પદાર્થમાં સર્વાશે સમાનતા હોય જ નહીં. તેથી તે વસ્તુને તે વસ્તુથી જ ઉપમિત કરવામાં આવે છે. સર્વપ્રકારે સમાનતા કહેવાનું તાત્પર્ય એ છે કે તેના જેવું કાર્ય અન્ય કોઈ કરી શકતું નથી. લોક વ્યવહારમાં પણ કોઈ અદ્ભુત કાર્ય કરે તો કહેવામાં આવે છે. તમે જ આ કાર્ય કરી શકો, અન્ય કોઈ ન કરી શકે. અરિહંત જ અરિહંત જેવું, ચક્રવર્તી જ ચક્રવર્તી જેવું કાર્ય કરે છે. તેમાં અરિહંતને જ