________________
પ્રકરણ ૨૭/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૩૯ ]
વિશેષદષ્ટના ત્રણ પ્રકાર પૂર્વે બતાવ્યા છે. તે ત્રણેકાળ સંબંધી આ ગ્રહણ-અનુકૂળ પણ સંભવે અને પ્રતિકૂળ પણ સંભવે છે. પૂર્વના સૂત્રોમાં ત્રણે કાળ સંબંધિત અનુકૂળ સુભિક્ષ–સુવૃષ્ટિ સંબંધી કથન હતું અને આ સૂત્રોમાં દુર્ભિક્ષ, કુવૃષ્ટિ સંબંધિત ત્રણે કાળ વિષયક દૃષ્ટાંત આપ્યા છે.
સૂત્રમાં આગ્નેય અને વાયવ્ય મંડળના નક્ષત્રનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે– વિશાખા, ભરણી, પુષ્ય, પૂર્વા ફાલ્ગની, પૂર્વાભાદ્રપદ, મઘા અને કૃતિકા, આ સાત નક્ષત્ર આગ્નેય મંડળના છે. જ્યારે ચિત્રા, હસ્ત, અશ્વિની, સ્વાતિ, માર્ગશીર્ષ, પુનર્વસુ અને ઉત્તર ફાલ્ગની, આ સાત નક્ષત્ર વાયવ્ય મંડળના છે. અનુમાન પ્રયોગના અવયવ - અનુમાન પ્રયોગના અવયવના વિષયમાં આગમોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ પ્રાચીન વાદશાસ્ત્રને જોતાં પ્રતીત થાય છે કે સાધ્યની સિદ્ધિ માટે વિશેષતયા દષ્ટાંતનો પ્રયોગ થયો છે. અનુયોગદ્વાર સૂત્રના અનુમાન પ્રયોગમાં પ્રયુક્ત દષ્ટાંતથી તે જોઈ શકાય છે. પરંતુ જ્યારે હેતુનું સ્વરૂપ વ્યાપ્તિના કારણે નિશ્ચિત થયું અને હેતુથી જ સાધ્યની સિદ્ધિને સ્વીકારી ત્યારે અનુમાનના ત્રણ અંગ પ્રતિજ્ઞા, હેતુ અને દષ્ટાંત પ્રચલિત થઈ ગયા. ત્યાર પછી દર્શનશાસ્ત્રોમાં અન્ય અન્ય અવયવોનો સમાવેશ થવાથી દસ અંગ થઈ ગયા. આચાર્ય ભદ્ર બાહુસ્વામીએ દશવૈકાલિક નિર્યુક્તિમાં અનુમાન પ્રયોગના અવયવોની ચર્ચા કરી છે. તેમાં તેમણે પાંચ અથવા દસ અવયવનું કથન કર્યું છે. અન્યત્ર કથન કર્યું છે કે જેટલા અવયવોથી જિજ્ઞાસુઓને તવિષયક જ્ઞાન થઈ જાય તેટલા અવયવોનો પ્રયોગ કરવો જોઈએ.
આ રીતે ભાવપ્રમાણના બીજા ભેદ અનુમાનપ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થાય છે. ઉપમાન પ્રમાણ પ્રરૂપણ :|३२ से किं तं ओवम्मे ? ओवम्मे दुविहे पण्णत्ते, तं जहा- साहम्मोवणीए य वेहम्मोवणीए य । ભાવાર્થ :- પ્રશ્ન- ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપમા દ્વારા વસ્તુનું જ્ઞાન થાય તેને ઉપમાન પ્રમાણ કહે છે. તેના બે ભેદ છે. સાધમ્યપનીત અને વૈધર્મોપનીત. |३३ से किं तं साहम्मोवणीए ? साहम्मोवणीए तिविहे पण्णत्ते, तं जहाकिंचिसाहम्मे पायसाहम्मे सव्वसाहम्मे य । ભાવાર્થ - પ્રશ્ન- સાધર્મોપનીત ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સમાનધર્મોના આધારે જે ઉપમા આપવામાં આવે છે તે સાધર્મોપનીત ઉપમાન કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧)કિંચિત્સાધર્મોપનીત, (૨) પ્રાય:સાધર્મોપનીત (૩)