________________
પ્રકરણ ૨/ભાવપ્રમાણ-પ્રત્યક્ષદિ
૪૯૭
પ્રશસ્ત ઉલ્કાપાત વગેરે જોઈને અનુમાન કરવું કે આ દેશમાં સુવૃષ્ટિ થશે. તે અનાગતકાળગ્રહણ વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન છે.
વિવેચન :
વિશેષદષ્ટ અનુમાનમાં વિશેષતાના આધારે અનુમાન કરાય છે. વિશેષતાનો વિચાર કોઈકનિમિત્તથી કરાય છે. અહીં કાળના નિમિત્તથી વિશેષદષ્ટ અનુમાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) અતીતકાલગ્રહણ (૨) વર્તમાનકાલગ્રહણ (૩) અનાગતકાલગ્રહણ. ૧. અતીતકાળ સંબંધી ગ્રાહ્ય વસ્તુનું જેના દ્વારા જ્ઞાન થાય તે અતીતકાળગ્રહણ અનુમાન કહેવાય છે. જેમકે આ દેશમાં સુવૃષ્ટિ થઈ હતી કારણ કે ઊગેલા ઘાસ, ધાન્યથી પૂર્ણ પૃથ્વી, પાણીથી ભરપૂર સરોવર, નદી વગેરે છે. અહીં અતીતકાલીન સુવષ્ટિ સાધ્ય છે. (ગ્રાહ્ય છે.) તુણ-ધાન્યાદિ વગેરે સાધન છે. અન્ય દેશની જેમ તે દષ્ટાંત છે.
૨. વર્તમાનકાલીન સાધ્યને સિદ્ધ કરનાર અનુમાન વર્તમાનકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમ કે આ પ્રદેશમાં સુભિક્ષ છે. કારણ કે સાધુને ગોચરીમાં પ્રચુર ભોજન-પાણી પ્રાપ્ત થાય છે. ૩. ભવિષ્યકાલીન સાધ્યને સિદ્ધ કરે તે અનુમાન અનાગતકાળ ગ્રહણ અનુમાન કહેવાય છે. જેમ કે આ દેશમાં સુવૃષ્ટિ થશે કારણકે આકાશની નિર્મળતા વગેરે લક્ષણો દેખાય છે. સુવૃષ્ટિના અનુમાનક નક્ષત્ર આ પ્રમાણે છે
વરુણનક્ષત્ર- પૂર્વાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આશ્લેષા, આદ્ર, મૂળ, રેવતી અને શતભિષા.
મહેન્દ્ર નક્ષત્ર- અનુરાધા, અભિજિત, જ્યેષ્ઠા, ઉત્તરાષાઢા, ઘનિષ્ઠા, રોહિણી, શ્રવણ, આ નક્ષત્રોમાં ઉલ્કાપાત વગેરે જોઈ વૃષ્ટિ થશે તેવું અનુમાન કરી શકાય. પ્રતિકૂળ વિશેષદષ્ટ સાધર્યવત અનુમાન :| २८ एएसिं चेव विवच्चासे तिविहं गहणं भवइ, तं जहा- तीतकालगहणं पडुप्पण्णकालगहणं अणागयकालगहणं । શબ્દાર્થ -પપલિ વેવ = તેના જ, વિશ્વાસે = વિપરીત રૂપે. ભાવાર્થ :- તેની વિપરીતતામાં પણ ત્રણ પ્રકાર ગ્રહણ થાય છે. અતીતકાળગ્રહણ, પ્રત્યુપત્રકાળ ગ્રહણ અને અનાગતકાળગ્રહણ. |२९ से किं तं तीतकालगहणं?
तीतकालगहणं- णित्तणाई वणाई अणिप्फण्णसस्सं च मेइणिं,