________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ -પ્રત્યક્ષદિ
[ ૪૩૧ ] कज्जेणं- संखं सद्देणं भेरि तालिएणं, वसभं ढंकिएणं, मोरं केकाइएणं, हयं हेसिएणं, गयं गुलगुलाइएणं, रहं घणघणाइएणं । से तं कज्जेणं ।। શબ્દાર્થ –ને = કાર્યથી, સM = શબ્દ, શંખના શબ્દથી, સંd = શંખનું, તાનિ = તાલ-ધ્વનિથી, એરિ = ભેરીનું, દંપd = ભાંભરવાના અવાજથી, વસમું = બળદનું, વારૂણN =
લાળ = હણહણાટથી, ઢ = અશ્વનું, મુનમુનારૂપ = ચિંઘાડથી. જય = હાથીનું, ધાણારૂપ = ઘનઘનાટથી રણઝણાટથી, ર૮ = રથનું જ્ઞાન થાય. ભાવાર્થ :- પ્રશ્ન- કાર્યલિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર – કાર્ય જોઈ કારણનું જ્ઞાન થાય તેને કાર્યલિંગજન્ય શેષવત અનુમાન કહે છે. દા. ત. શંખનો ધ્વનિ સાંભળી શંખનું જ્ઞાન, ભેરીનો શબ્દ સાંભળી ભેરીનું જ્ઞાન, ભાંભરવાના અવાજ પરથી બળદનું, કેકારવ સાંભળી મયુરનું, હણહણાટ સાંભળી ઘોડાનું, ચિંઘાડવાનો અવાજ સાંભળી હાથીનું, રણઝણાટ સાંભળી રથનું જ્ઞાન થાય તે શેષવતુ અનુમાન કહેવાય છે. અહીં શંખ-બળદ વગેરે પ્રત્યક્ષ નથી, તેમાંથી જે જે અવાજ ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. શંખ વગેરે કારણ છે અને તેના શબ્દ વગેરે કાર્ય છે. કાર્ય પ્રત્યક્ષ છે તેના ઉપરથી કારણનું અનુમાન કરવું, જેમકે આ પર્વતમાં કેકારવ' સંભળાય છે માટે ત્યાં મોરનો વાસ છે. આ પર્વતમાં મોરના વાસનું જ્ઞાન થયું તે કાર્યલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. |१८ से किं तं कारणेणं?
कारणेणं- तंतवो पडस्स कारणं ण पडो तंतुकारणं, वीरणा कडस्स कारणं णो कडो वीरणाकारणं, मिप्पिडो घडस्स कारणं ण घडो मिप्पिडकारणं । से तं રખ !
ભાવાર્થ :- પ્રશ્ન- કારણ લિંગ જન્ય શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કારણના પ્રત્યક્ષથી કાર્યનું જ્ઞાન થયું તે કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે તંતુઓ પટનું કારણ છે પણ પટ તંતુનું કારણ નથી, તૃણ ચટાઈનું કારણ છે કારણ કે વિશિષ્ટ પ્રકારના તૃણમાંથી જ ચટાઈ બનાવવામાં આવે છે પણ ચટાઈ તૃણનું કારણ નથી. માટીનો પિંડ ઘડાનું કારણ છે પણ ઘડો માટીનું કારણ નથી. રેશમી તંતુઓના સમૂહ સાથે કાર્ય કરતાં વણકરને જોઈ રેશમી વસ્ત્રનું જ્ઞાન થાય તેને કારણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. १९ से किं तं गुणेणं?
गुणेणं- सुवण्णं णिकसेणं, पुप्फ गंधेणं, लवणं रसेणं, मदिरं आसायिए णं, वत्थं फासेणं । से तं गुणेणं ।