________________
૪૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- ગુણલિંગ જન્ય શેષવત અનુમાન નું સ્વરૂપ શું છે?
ઉત્તર– ગુણના પ્રત્યક્ષથી, પરોક્ષ એવા ગુણીનું જ્ઞાન થાય તે ગુણલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. જેમ કે નિકષ-કસોટીથી સુવર્ણનું, ગંધથી પુષ્પનું, રસથી મીઠાનું, આસ્વાદ–ચાખવાથી મદિરાનું અને સ્પર્શથી વસ્ત્રનું અનુમાન થાય તે ગુણ નિષ્પન્ન શેષવત અનુમાન છે. २० से किं तं अवयवेणं?
अवयवेणं- महिसं सिंगेणं, कुक्कुडं सिहाए, हत्थिं विसाणेणं, वराह दाढाए, मोरं पिच्छेणं, आसं खुरेणं, वग्धं णहेणं, चमरं वालगंडेणं, दुपयं मणूसमाइ, चउपयं गवमादि, बहुपयं गोम्हियादि, सीह केसरेणं, वसहं ककुहेणं, महिलं वलयबाहाए ।
परियरबंधेण भडं, जाणिज्जा महिलियं णिवसणेणं । सित्थेण दोणपागं, कविं च एक्काए गाहाए ॥११६॥
से तं अवयवेणं । ભાવાર્થ - પ્રશ્ન- અવયવરૂપ લિંગ નિષ્પન્ન શેષવત અનુમાન શું છે?
ઉત્તર- અવયવી પ્રત્યક્ષ ન હોય પરંતુ અવયવના પ્રત્યક્ષથી, અવયવ - અવયવીના સંબંધનું સ્મરણ કરી, અવયવના આધારે અવયવીનું જ્ઞાન થાય તે અવયવ નિષ્પન્ન શેષવત અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમ કે– શીંગડાથી ભેંસનું, શિખા-કલગીથી કુકડાનું, દાંતથી હાથીનું, દાઢાથી વરાહનું, પિંછાથી મોરનું, ખરીથી ઘોડાનું, નહોરથી વાઘનું, વાળના ગુચ્છાથી ચમરી ગાયનું, દ્વિપદથી મનુષ્યનું, ચતુષ્પદથી ગાયનું, બહુપદથી ગોમિકાદિનું, કેસરાલથી સિંહનું, કકુદ-ખૂધથી બળદનું, ચૂડીવાળા હાથથી મહિલાનું.
શસ્ત્ર સજ્જ પોશાકથી યોદ્ધાનું, પહેરવેશથી સ્ત્રીનું, એક દાણાના ચડી જવાથી દ્રોણપાકનું અને એક ગાથાથી કવિનું જ્ઞાન થાય તે અવયવલિંગ જન્ય શેષવત અનુમાન કહેવાય છે. આ ગાથા પૂર્વે નામ પ્રકરણમાં અવયવ નિપ્પનનામમાં આવી ગયેલ છે.] २१ से किं तं आसएणं? आसएणं- अग्गि धूमेणं, सलिलं बलगाहिं, वुटुं अब्भविकारेणं, कुलपुत्तं सीलसमायारेणं ।
इङ्गिताकारितैर्जेयैः, क्रियाभिर्भाषितेन च । नेत्र-वक्त्रविकारैश्च, गृह्यतेऽन्तर्गतं मनः ॥११७॥ से तं आसएणं । से तं प्रेसवं ।