________________
[ ૪૩૦ ]
શ્રી અયોગવાર સૂત્ર
તં પુત્રવં ! શબ્દાર્થ :-૬ = ખોવાઈ ગયેલ, ગુવા = યુવાન થઈને, ગુજરાત = પાછા આવેલા, 1 - (ક્વચિત) કાંઈક અંશે, વનાજ્ઞા = જાણી લે કે, પુષ્યલોન = પૂર્વલિંગથી, પ = કોઈ,
પણ = ક્ષત, કાંઈ વાગવાથી પડેલ ઘા નું નિશાન, ઘા, વન = વ્રણ-કૂતરું વગેરે કરડવાથી થયેલ નિશાન, સંછળ = લાંછન–શરીર પરના ચિહ્ન, તિતw = તલ દ્વારા. ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વવત્ અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પૂર્વે જોયેલ લક્ષણના આધારે પદાર્થ–વસ્તુનો નિશ્ચય કરાય, તેનું જ્ઞાન થાય તેને પૂર્વવત્ અનુમાન કહે છે. જેમ કે બાલ્યકાળમાં ખોવાઈ ગયેલ અથવા પરદેશ ગયેલ, યુવાન બની પાછા આવતા પુત્રને જોઈને માતા પૂર્વનિશ્ચિત કોઈ ચિહ્નથી ઓળખી લે કે 'આ મારો પુત્ર છે. શરીર પર શસ્ત્રાદિ લાગવાથી પડેલા ઘા, વ્રણ–પ્રાણીઓના કરડવાથી થયેલા ઘા, લાખુ વગેરે લાંછન અથવા ડામ વગેરેના ચિહ્ન, મસા–તલ વગેરે દ્વારા અનુમાન કરવામાં આવે તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. વિવેચન :
પૂર્વજ્ઞાત કોઈ લિંગ કે ચિહ્ન દ્વારા પૂર્વ પરિચિત વસ્તુનું જ્ઞાન થાય તો તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે થશે.
આ મારો પુત્ર છે કારણ કે તેના શરીર પર અમુક ચિહ્ન છે અથવા ક્ષતાદિ વિશિષ્ટ લિંગવાળો છે. બાળપણથી જે પુત્ર માતાથી વિખૂટો પડી ગયો હોય, તેવા પુત્રને વરસો પછી જૂએ, માતા તેના યુવાન શરીરને જોતાં ઓળખી ન શકે પરંતુ પૂર્વે પુત્રના શરીર પર વિશિષ્ટ ચિહ્ન પોતે જોયેલ છે, તેનું સ્મરણ થતાં, તે ચિત્ર પ્રત્યક્ષ થતાં, આ મારો પુત્ર છે તેવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે. તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. શેષવત અનુમાન પ્રરૂપણ :|१६ से किं तं सेसवं? सेसवं पंचविहं पण्णत्तं, तं जहा- कज्जेणं, कारणेणं,
ખ, અવયવ, ગાલા ! ભાવાર્થ :-પ્રશ્ન- શેષવત અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શેષવત અનુમાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાર્યથી, (૨) કારણથી, (૩) ગુણથી, (૪) અવયવથી, (૫) આશ્રયથી. १७ से किं तं कज्जेणं?