________________
| પ્રકરણ ૨/ભાવપ્રમાણ –પ્રત્યક્ષદિ
૪૨૯ |
પાંચે ઈદ્રિયનો ઉલ્લેખ કર્યો છે. ક્ષયોપશમ અને પુણ્યની પ્રકર્ષતાથી પાંચઈદ્રિય પ્રાપ્ત થાય છે. તે ક્ષયોપશમ અને પુણ્ય હીન હોય તો ક્રમશઃ ચતુરિન્દ્રિય, તેઈદ્રિયપણું આદિ પ્રાપ્ત થાય છે. આમ ક્ષયોપશમ–પુણ્યની પ્રકર્ષતાને પ્રધાન કરી પશ્ચાનુપૂર્વીથી, ઈદ્રિય પ્રત્યક્ષ પ્રમાણના પાંચ ભેદ સૂત્રકારે દર્શાવ્યા છે. નોઈદ્રિય પ્રત્યક્ષ – અહીં 'નો' શબ્દ નિષેધ અર્થમાં છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય સહાયક નથી, જે જ્ઞાન આત્માધીન છે, તે નોઈદ્રિય પ્રત્યક્ષ. અવધિ આદિ ત્રણે જ્ઞાનમાં ઈદ્રિયોનો અંશમાત્ર પણ વ્યાપાર હોતો નથી. આ ત્રણે જ્ઞાન આત્માધીન છે, માટે તેને નોઈદ્રિય પ્રત્યક્ષ કહે છે. નોઈન્દ્રિયપ્રત્યક્ષ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
અનુમાન પ્રમાણ :|१४ से किं तं अणुमाणे ? अणुमाणे तिविहे पण्णत्ते, तं जंहा- पुव्ववं, सेसवं, दिट्ठसाहम्मव । ભાવાર્થ - પ્રશ્ન- અનુમાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અનુમાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પૂર્વવતુ, શેષવત્ અને દષ્ટસાધર્યવતું. વિવેચન :અનુમાન :- અનુમાન શબ્દમાં અનુ અને માન આ બે અંશ છે. અનુ ઉપસર્ગ છે તેનો અર્થ છે પશ્ચાતુપાછળ. માનનો અર્થ છે જ્ઞાન. સાધનના(કોઈપણ વસ્તુના) દર્શન કે ગ્રહણ અને સંબંધના સ્મરણ પછી જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય છે. સાધનથી સાધ્યનું જે જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ કહેવાય છે. સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ રાખનાર હેતુને સાધન કહેવામાં આવે છે. દા.ત. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અવિનાભાવ સંબંધ એટલે આના વિના આ ન જ હોય–અગ્નિ વિના ધૂમાડો ન જ હોય, વાદળ વિના વરસાદ ન જ હોય તો અગ્નિ અને ધૂમાડા વચ્ચે, વરસાદ અને વાદળ વચ્ચે અવિનાભાવ સંબંધ કહેવાય. અગ્નિ પ્રત્યક્ષ દેખાતી ન હોય પણ ધૂમાડો જોઈને અગ્નિ અને ધૂમાડાના અવિનાભાવ સંબંધનું સ્મરણ થતાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય તે અનુમાન કહેવાય. અહીં અગ્નિ સાધ્ય છે. ધૂમાડો સાધન છે. સાધન પ્રત્યક્ષ થાય છે અને તેના આધારે પરોક્ષ રહેલા સાધ્યરૂપ અગ્નિનું જે જ્ઞાન થાય તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. १५ से किं तं पुव्ववं ? पुव्ववं -
माया पुत्तं जहा णटुं, जुवाणं पुणरागयं ।
काई पच्चभिजाणेज्जा, पुव्वलिंगेण केणइ ॥११५॥ तं जहा- खएण वा वणेण वा मसेण वा लंछणेण वा तिलएण वा । से