________________
૪૮
फासिंदियपच्चक्खे
ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) ક્વેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ.
१३ से किं तं णोइंदियपच्चक्खे ?
से तं इंदियपच्चक्खे |
-
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जोइंदियपच्चक्खे तिविहे पण्णत्ते, तं जहा- ओहिणाणपच्चक्खे मणपज्जव णाणपच्चक्खे केवलणाणपच्चक्खे से तं णोइंदियपच्चक्खे |
सेतं पच्चक्खे।
ભાવાર્થ:- નોઈન્દ્રિયપ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મનઃપર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. આ રીતે નોઈન્દ્રિય પ્રત્યક્ષ અને પ્રત્યક્ષનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યક્ષજ્ઞાન ગુણ પ્રમાણના ભેદ પ્રભેદનું કથન છે.
પ્રત્યક્ષ :- પ્રતિ અને અક્ષ આ બે શબ્દથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અક્ષ એટલે આત્મા. જીવ–આત્મા પોતાના જ્ઞાન ગુણથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરે છે અર્થાત જાણે છે. જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જે જ્ઞાનમાં ઈન્દ્રિય વગેરે કોઈ માધ્યમની અપેક્ષા ન હોય તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયાદિ માધ્યમની આવશ્યક્તા નથી. ઇન્દ્રિયની સહાયતા વિના જ આ ત્રણે જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યવહારાપેક્ષયા ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનને પણ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.
પ્રત્યક્ષશાનના ભેદ ઃ— વ્યવહાર અને પરમાર્થ બંનેને લક્ષ્યમાં રાખી સૂત્રકારે પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે. ઈંદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ.
ઈન્દ્રિયપ્રત્યક્ષ ઃ– – ઈન્દ્રિય દ્વારા થતાં જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેના માધ્યમથી થતાં જ્ઞાનને પરોક્ષ કહેવાય, પરંતુ લોકવ્યવહારમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાન માટે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ થાય છે. યથા મેં મારી આંખથી પ્રત્યક્ષ જોયું છે, મેં કાનથી પ્રત્યક્ષ સાંભળ્યું છે.' આ પ્રકારના
લોકવ્યવહારને લક્ષમાં રાખીને પરોક્ષજ્ઞાન હોવા છતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના પાંચ ભેદ કહ્યા છે. પાંચ ઇન્દ્રિયથી આ જ્ઞાન થાય છે માટે તેના શ્રોત્ર, ચક્ષુ, ઘાણા, જીવા અને સ્પર્શના આ પાંચ ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને શ્રોતેન્દ્રિયાદિ જ્ઞાન પ્રમાણ રૂપ કહ્યા છે. અહીં પદ્માનુપૂર્વીથી