________________
[ ૪૧૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
से तं विभागणिप्फण्णे । से तं कालप्पमाणे । શબ્દાર્થ -જુનવિ વમૂi = અંગુલના બીજા વર્ગમૂળ, તરૂલ મૂi = તૃતીય વર્ગમૂળ થી ગુણિત, અણુનતમૂર્વ = અંગુલના તૃતીય વર્ગમૂળના, વાયુમળાનો = ઘન પ્રમાણ આ, તેરી = શ્રેણીઓ. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા હોય છે?
| ઉત્તર- હે ગૌતમ! નારકીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વક્તવ્યતા જાણવી.
પ્રશ્ન- ભગવન્! વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- ગૌતમ! વૈમાનિક દેવના વૈક્રિય શરીર બે પ્રકારે છે–બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં અપહૃત થાય છે.
ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિખ્રભસૂચી અંગુલપ્રદેશના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર ઔધિક ઔદારિક શરીર પ્રમાણ છે.
વૈમાનિક દેવોના બદ્ધ મુક્ત આહારક શરીર, નારકીના બદ્ધ-મુક્ત આહારક શરીર જેટલા છે. બદ્ધ મુક્ત તૈજસ, કાર્પણ શરીર તેઓના બદ્ધ–મુક્ત વૈક્રિય શરીરાનુસાર છે.
સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ અને પલ્યોપમનું વર્ણન સમાપ્ત થયું, તેમજ વિભાગ નિષ્પન્ન કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું.
વિવેચન :
નારકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહારક શરીર હોતા નથી અને મુક્ત ઔદારિક અને આહારક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે.
વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક–એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાતનું પ્રમાણ બતાવતા કહ્યું છે કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ તેટલા બદ્ધ વૈક્રિય શરીર વૈમાનિક દેવોના છે. તે વાતને સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિખંભ સૂચીનું પ્રમાણ અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત સંખ્યાનુસાર શ્રેણીઓની વિખ્રભસૂચી હોય છે.