________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
:
[ ૪૧૭ ]
જ્યોતિષ્ક દેવોના આહારક શરીર નારકોના આહારક શરીર પ્રમાણે જાણવા અર્થાતુ બદ્ધ આહારક શરીર નથી અને મુક્ત આહારક શરીર અનંત છે. જ્યોતિષ્ક દેવોના બદ્ધ-મુક્ત તૈજસ–કાશ્મણ શરીર તેઓના બદ્ધ–મુક્ત વૈક્રિય શરીર જેટલા છે.
વિવેચન :
જ્યોતિષ્ક દેવોને બદ્ધ ઔદારિક અને બદ્ધ આહારક શરીર નથી. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યતમા ભાગની અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિષ્ક દેવોમાં પણ સૂત્રકારે વિખ્રભસૂચીનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં
જ્યોતિષીઓ સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિખંભ સૂચી સંખ્યાતગુણ અધિક જાણવી. પાઠના આ અધ્યાહારને સૂચવવા મૂળપાઠમાં (..) આ નિશાન પ્રસ્તુત સૂત્રમાં મૂક્યું છે. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડ પર એક એક
જ્યોતિષ્કના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય.
વૈમાનિક દેવોમાં શરીર પરિમાણ :|३४ वेमाणियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ? गोयमा ! जहा रइयाणं तहा भाणियव्वा ।
वेमाणियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलबिइयवग्गमूलं तइयवग्गमूलपडुप्पण्णं, अहव णं अंगुलतइयवग्गमूलघणप्पमाणमेत्ताओ सेढीओ । मुक्केल्लया जहा ओहिया ओरालिया।
आहारयसरीरा जहा णेरइयाणं । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
से तं सुहुमे खेत्तपलिओवमे । से तं खेत्तपलिओवमे । से तं पलिओवमे।