________________
૪૧૬]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
તે અસંખ્યાત શ્રેણીની વિખ્રભસૂચીનું માપ પ્રસિદ્ધ હોવાથી સૂત્રકારે સૂત્રમાં બતાવ્યું નથી. ટીકાકારે તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે વ્યંતરો તિર્યંચ પંચેન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન છે માટે તેઓની વિખંભ સૂચી તિર્યંચ પંચેન્દ્રિયની વિખંભ સૂચી કરતાં અસંખ્યાત ભાગ હીન જાણવી. પ્રસ્તુત સંસ્કરણમાં આ પ્રસિદ્ધ પાઠને સૂચવવા સૂત્રપાઠમાં આ (5) અધ્યાહાર ચિહ્ન મૂકયું છે. દ્રવ્યથી વ્યંતર જીવોના પરિમાણમાં પણ સૂત્રકારે "સહેજ ગોવા વાપતિમાનો પરસ" કહ્યું છે. તેને સ્પષ્ટ કરતાં ટીકાકારે કહ્યું છે કે સંખ્યાત સો યોજન વર્ગ જેટલા પ્રતરના પ્રતિભાગ–ખંડ ઉપર વ્યંતરને સ્થાપતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલા વ્યંતરના બદ્ધ વૈક્રિય શરીર છે. વ્યંતરોમાં બદ્ધ આહારક શરીર નથી. જ્યોતિષ્ક દેવોમાં શરીર પરિમાણ :३३ जोइसियाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा णेरइयाणं तहा भाणियव्वा । जोइसियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता ! तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया जावतासि णं सेढीणं विक्खंभसूई (...) बेछप्पण्णंगुलसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहियओरालिया।
आहारयसरीरा जहा णेरइयाणंतहा भाणियव्वा । तेयग-कम्मगसरीरा जहा एएसिं चेव वेउव्विया तहा भाणियव्वा । શબ્દાર્થ –તાર સેટીન = તે શ્રેણીઓની,(પ્રતર અસંખ્યાતમા ભાગની હોય છે),
વિમસૂઈ = વિખ્રભસૂચી, વેછquળગુલ વાલિબાનો = પ્રતરના અંશરૂપ રપપ્રતરાંગુલના વર્ગપ્રમાણ ક્ષેત્રમાં, (જ્યોતિષીને સ્થાપિત કરવા.) ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીર કેટલા છે?
ઉત્તર– ગૌતમ! જ્યોતિષ્ક દેવોના ઔદારિક શરીરો નારકોના ઔદારિક શરીર સમાન છે. પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષ્ક દેવોના વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને બે પ્રકારના વૈક્રિયશરીર છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર થાવત તેઓની વિખંભસુચી સુધી વર્ણન વ્યતરની જેમ કહેવું. પ્રતરના પૂરણ અપહારમાં બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રમાં એક એક જ્યોતિષીને રાખે તો પ્રતર પૂરિત થાય તેટલા જ્યોતિષી છે અથવા બસો છપ્પન અંગુલ વર્ગ ક્ષેત્રથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા જ્યોતિષી છે. તેના મુક્ત વૈક્રિયશરીર ઔધિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા.