________________
| પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
.
૪૧૫ |
तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो, तासि णं सेढीणं विक्खंभसूई(...) संखेज्जजोयणसयवग्गपलिभागो पयरस्स । मुक्केल्लया जहा ओहिया ओरालिया । શબ્દાર્થ :-સજ્જનયા સચવા = સંખ્યાત સેંકડો યોજનાના વર્ગરૂપ, પતિમો પુરસ્સપ્રતરના પ્રત્યેક ભાગ, પ્રતિભાગ–અંશ રૂપ છે.
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના દારિક શરીર જેમ જ જાણવું અર્થાતુ વાણવ્યંતર દેવોને બદ્ધ-દારિક શરીર ન હોય અને મુક્ત ઔદારિક શરીર અનંત છે.
પ્રશ્ન- વાણવ્યંતર દેવોને કેટલા વૈક્રિય શરીર હોય?
ઉત્તર- હે ગૌતમ! તેઓને બે પ્રકારના વૈક્રિય શરીર છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાલમાં અપહૃત થાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. તે શ્રેણીઓની વિખંભસૂચી તિર્યંચ પંચંદ્રિયથી અસંખ્યાતમા ભાગ હીન જાણવી. પ્રતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રથી એક એકવ્યંતરનો અપહાર થાય તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા વ્યંતર છે. મુક્ત વૈક્રિયશરીર ઔધિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા. ३२ आहारगसरीरा दुविहा वि जहा असुरकुमाराणं ।।
वाणमंतराणं भंते ! केवइया तेयग-कम्मगसरीरा पण्णत्ता ? गोयमा ! जहा एएसिं चेव वेउव्वियसरीरा तहा तेयग-कम्मगसरीरा वि भाणियव्वा । ભાવાર્થ :- વાણવ્યંતરોના બંને પ્રકારના આહારક શરીરનું પરિમાણ અસુરકુમાર દેવોના આહારક શરીરની જેમ જાણવું.
પ્રશ્ન- વાણવ્યંતર દેવોને કેટલા તૈજસ-કાશ્મણ શરીર હોય છે?
ઉત્તર- તેઓના વૈક્રિય શરીર પ્રમાણે જ તેઓના તૈજસ-કાર્પણ શરીર જાણવા.
વિવેચન :
વાણવ્યંતર દેવો વૈક્રિય શરીરધારી છે. તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર નથી. મુક્ત ઔદારિક શરીર પૂર્વભવોની અપેક્ષાએ અનંત છે. વૈક્રિય શરીર અસંખ્યાત છે. વાણવ્યંતરના બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહેલી અસંખ્યાત શ્રેણી પ્રમાણ બતાવ્યું છે.