________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૦૯ ]
સ્થાપવા અને કેટલા સમયે તે બેઈન્દ્રિય જીવનો અપહાર કરવો તે સૂચવવા સૂત્રકારે બનારસ સાવલિયાણ ય કાપડિમાને કહ્યું છે. તે આ પ્રમાણે છે.
ગુનયરસ :- એક પ્રતર સાત રાજુ લાંબો અને સાત રાજુ પહોળો હોય છે. તે પ્રતરના અંગુલ પ્રમાણ ક્ષેત્રને અંગુલ પ્રતર કહે છે. તેનો અસંખ્યાતમો ભાગ અહીં વિવક્ષિત છે. તે પ્રતરનો પ્રતિભાગ કહેવાય છે. પ્રતિભાગ એટલે પ્રતરનો ખંડ કે વિભાગ. તાત્પર્ય એ છે કે અંગુલ પ્રતરના અસંખ્યાતમાં ભાગ ઉપર ક્રમથી એક એક બેઈદ્રિય જીવને સ્થાપવા અથવા અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના વાળા બેઈદ્રિય જીવને પ્રતર ઉપર સ્થાપવા.
બાવણિયાણ ય: આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે તે પ્રતર પર સ્થાપિત બેઈદ્રિય જીવોનો અપહાર કરવો. આ રીતે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતરને ખાલી થતાં અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ વ્યતીત થાય છે. પ્રતર પર સ્થાપિત અંગુલ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાવાળા બેઈદ્રિય જીવને, આવલિકાના અસંખ્યાતમા ભાગે અપહાર કરતાં સંપૂર્ણ પ્રતર બેઈદ્રિયોથી ખાલી થઈ જાય, એક પણ બેઈદ્રિય જીવ શેષ ન રહે, તેટલા બેઈદ્રિયોના બદ્ધ ઔદારિક શરીર છે.
આ રીતે બેઈન્દ્રિય જીવોના બઢેલક ઔદારિક શરીર (૧) કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે– (૨) ક્ષેત્રથી– ઘનીકૃત લોકની અસંખ્ય ક્રોડાકોડ યોજન પ્રમાણ વિખંભ સૂચીવાળી શ્રેણીઓના આકાશપ્રદેશ પ્રમાણ છે. (૩) દ્રવ્યથી- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પ્રતર ક્ષેત્રમાં આવલિકાના અસંખ્યાતમા ભાગે એક–એક બેઈન્દ્રિયને સ્થાપિત કરતાં સંપૂર્ણ પ્રતર ભરાઈ જાય તેટલી સંખ્યા બેઈન્દ્રિય જીવોની અને તેના ઔદારિક બàલકની છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં શરીર પરિમાણ :२६ पंचेंदियतिरिक्खजोणियाण वि ओरालियसरीरा एवं चेव भाणियव्वा । ભાવાર્થ :- તિર્યંચ પંચેંદ્રિય જીવોના ઔદારિક શરીરની સર્વ વક્તવ્યતા બેઈદ્રિય જીવોના ઔદારિક શરીર પ્રમાણે જાણવી. २७ पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स असंखेज्जइभागो । मुक्केल्लया जहा ओहिया ओरालिया । आहारयसरीरा जहा बेइदियाणं । तेयग-कम्मगसरीरा जहा ओरालिया ।