________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છે. તે શ્રેણીઓની વિષ્લેમસૂચી અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ છે. તે વિષ્ણુભસૂચી એક શ્રેણીપ્રદેશના અસંખ્યાત વર્ગમૂળના યોગ પ્રમાણે છે. બેઈદ્રિયોના બદ્ધ ઔદારિક શરીર દ્વારા પ્રતર અપકૃત કરાય તો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં અપહૃત થાય છે. કાળ ક્ષેત્રથી અંગુલ માત્ર પ્રતર અને આવલિકાના અસંખ્યાતમા ભાગરૂપ પ્રતિભાગથી સંપૂર્ણ પ્રતર અપહૃત થાય તેટલા બેઈદ્રિયના બન્ને ઔદારિક શરીર છે. મુક્ત ઔદારિક શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા હોય છે.
rou
બેઈદ્રિયોને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર નથી, મુક્ત વૈક્રિય, આહારક શરીર, મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્મણ શરીર બેઈદ્રિયના બદ્ર-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે છે.
બેઈદ્રિયના બદ્ધ અને મુક્ત પાંચે શરીર પ્રમાણે તેઈદ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં કહેવું. વિવેચન :
બેઈદ્રિય જીવો પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા બેઈદ્રિય જીવો છે તેટલા તેના બદ્ધ ઔદારિક શરીર જાણવા. બેઈદ્રિય જીવો અસંખ્યાત છે તેથી બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. કાળથી પરિમાણકાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમય છે તેટલા છે. ક્ષેત્રથી પરિમાણ- ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત કોટાકોટિ યોજનની વિષ્ણુભસૂચી પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા બદ્ધ ઔદારિક શરીર બેઈક્રિય જીવોમાં હોય છે.
ઃ–
શ્રેણીની વિષ્ણુભસૂચીનું માપ – ઘનીકૃત લોકની એક પ્રદેશી એક શ્રેણીના જેટલા આકાશપ્રદેશ છે તેના વર્ગમૂલનું વર્ગમૂલ કાઢતાં અસંખ્ય વર્ગમૂલ પ્રાપ્ત થાય તે બધાનો સરવાળો કરતાં જે રાશિ થાય તેટલી શ્રેણીઓ સમજવી. તે શ્રેણીઓની વિષ્લેમ સૂચી અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ થઈ જાય છે. અસંખ્ય વર્ગમૂલને સમજવા માટે એકપ્રદેશી આકાશશ્રેણીમાં રહેલ સમસ્ત પ્રદેશ અસંખ્યાત હોય છે, તેને અસત્કલ્પનાથી ૬૫૫૩૬ છે તેમ સમજી લઈએ અર્થાત્ ૬૫૫૩૬ અસંખ્યાતની બોધક સંખ્યા છે. આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, બીજુ વર્ગમૂળ–૧૬, ત્રીજું વર્ગમૂળ–૪ અને ચોથું વર્ગમૂળ ૨ છે. કલ્પિત આ વર્ગમૂળ અસંખ્યાત વર્ગમૂળ રૂપ છે. આ વર્ગમૂળોનો સરવાળો કરવાથી ૨૫+૧+૪+૨ - ૨૭૮ થાય છે. આ ૨૭૮ પ્રદેશવાળી તે વિષ્ણુભસૂચી જાણવી.
બેઈદ્રિય જીવોના બદ્ધ ઔદારિક શરીરની અસંખ્યાત સંખ્યાનું પરિમાણ સૂત્રકાર બીજી રીતે અર્થાત્ અપાર વિધિથી બતાવે છે.
પયર અવદીફ:- પ્રતર અપહાર. અસત્કલ્પનાથી પ્રતરના આકાશપ્રદેશોનો અપહાર કરવામાં આવે, તે આકાશ પ્રદેશોને બહાર કાઢવામાં આવે, તે પ્રતર અપાર" કહેવાય છે.
-
કાળક્ષેત્રથી પ્રતર અપહાર વિધિ :– પ્રતરના આકાશ પ્રદેશ ઉપર બેઈન્દ્રિય જીવોને સ્થાપિત કરી તેનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી—અવસર્પિણી વ્યતીત થાય. કેટલા ક્ષેત્ર પર બેઈદ્રિયને