________________
૪૧૦ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંચંદ્રિય તિર્યંચયોનિક જીવોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તિર્યંચ પંચેન્દ્રિયોમાં વૈક્રિય શરીર બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાતનું પરિમાણ, કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીકાળના જેટલા સમય તેટલા બદ્ધવૈક્રિય શરીર તિર્યંચ પંચેન્દ્રિયોના છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણીઓની વિખંભ સૂચના આકાશપ્રદેશ તુલ્ય છે. તે વિખંભ સૂચી અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્ય આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ તુલ્ય જાણવી. મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત ઔદારિક પ્રમાણે અનંત જાણવા. આહારક શરીરનું વક્તવ્ય બેઈદ્રિય પ્રમાણે જાણવું અર્થાત્ તિર્યંચ પંચંદ્રિયોને બદ્ધ આહારક શરીર હોતા નથી. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ધ–મુક્ત તૈજસ-કાર્પણ શરીર તેના જ બદ્ધ-મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા.
વિવેચન :
આ સુત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચે શરીરના બઢેલક મુશ્કેલગનું વર્ણન છે. તેમાં તેના ઔદારિક શરીરના બઢેલક મુશ્કેલગ બેઈન્દ્રિયની સમાન કહ્યા છે. લોકમાં બેઈન્દ્રિય જીવ પંચેન્દ્રિયથી વિશેષાધિક છે માટે પંચેન્દ્રિયના બઢેલક શરીર બેઈન્દ્રિયથી કંઈક ન્યૂન સમજવા. પંચેન્દ્રિયના આહારક, તૈજસ, કાર્પણ શરીરના બઢેલક મુશ્કેલગ સૂત્રથી જ સ્પષ્ટ છે અર્થાત્ તે પણ બેઈન્દ્રિયની સમાન છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં વૈક્રિય શરીર હોય છે. બેઈન્દ્રિયમાં તે હોતું નથી. તે બદ્ધ વૈક્રિય શરીરના પરિમાણનું સ્પષ્ટીકરણ સુત્રમાં આ પ્રમાણે કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિયના વૈક્રિયશરીર પ્રતરના અસંખ્યાત ભાગની અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. તે શ્રેણીઓ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. તે શ્રેણેઓની વિખંભ સૂચીને સમજાવવા માટે સૂત્રમાં કહ્યું છે કે અંગુલ પ્રમાણ શ્રેણીના આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. અસત્કલ્પનાથી સૂચી અંગુલના અસંખ્યાત આકાશપ્રદેશને ૫૫૩૬ માની લઈએ, તો તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬ થાય. પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ કલ્પિત રપન્ના અસંખ્યાતમા ભાગ પ્રમાણ તિર્યંચ પંચદ્રિયના બદ્ધ વૈક્રિયશરીર છે. તાત્પર્ય એ છે કે આ બદ્ધ વૈક્રિયશરીર અસત્કલ્પનાના એક અંક જેટલા પણ નથી.
મનુષ્યોમાં શરીર પરિમાણ :२८ मणूसाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं सिय संखेज्जा सिय असंखेज्जा । जहण्णपदे संखेज्जा, संखेज्जाओ कोडीओ, एगुणतीसं ठाणाई, तिजमलपयस्स उवरिं चउजमलपयस्स हेट्ठा, अहव णं छट्ठो वग्गो पंचमवग्गपडुप्पण्णो, अहवणं छण्णउइछेयणगदाइरासी।