________________
[ ૪૦૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
માટે છે. આ રીતે વાયુકાયના વૈક્રિય શરીરનું અપહરણ કોઈ વ્યક્તિએ ક્યારે ય કર્યું નથી.
અહીં મૂલ પાઠમાં સામાન્ય રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અપહરણ થાય તેટલા વાયુકાયના બદ્ધ વૈક્રિય શરીર છે, તે પ્રકારનું કથન છે, પરંતુ વ્યાખ્યા અનુસાર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા વાયુકાયના બદ્ધ વૈક્રિય શરીર હોય છે. સૂત્રના સામાન્ય અર્થ અનુસાર અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ વાયુકાયના વૈક્રિય બદ્ધ શરીર હોય છે.
વાયકાયિક જીવોની સંખ્યા તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. છતાં તેઓના બદ્ધ વૈક્રિય અલ્પ છે તેનું કારણ એ છે કે વાયુકાયિકના ચાર પ્રકાર (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તા. તે ચારમાંથી પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયલબ્ધિ હોય છે. પર્યાપ્ત બાદર વાયુકાયમાં પણ ત્રસ નાડીમાં રહેલા જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર વાયુકાયિકોના અસંખ્યાતમા ભાગવર્તી જીવો જ વૈક્રિય શરીર બનાવે તેથી તેનું પ્રમાણ અલ્પ છે.
વનસ્પતિકાયમાં શરીર પરિમાણ :२४ वणस्सइकाइयाणं ओरालिय-वेउव्विय-आहारगसरीरा जहा पुढ विकाइया तहा भाणियव्वा ।
वणस्सइकाइयाणं भंते ! केवइया तेयग-कम्मगसरीरा पण्णता?
गोयमा ! जहा ओहिया तेयग-कम्मगसरीरा तहा वणस्सइकाइयाण वि तेयग, कम्मगसरीरा भाणियव्वा । ભાવાર્થ :- વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવોને તૈજસ-કાશ્મણ શરીર કેટલા હોય છે?
ઉત્તર– ગૌતમ ! ઔધિક તૈજસ-કાશ્મણ શરીરનું જેટલું પ્રમાણ કહ્યું છે, તેટલા વનસ્પતિકાયિકોના તૈજસ-કાશ્મણ શરીર જાણવા.
વિવેચન :
વનસ્પતિના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. વનસ્પતિમાં અનંત જીવો છે પણ અનંત અનંત જીવ વચ્ચે ઔદારિક શરીર એક એક હોવાથી ઔદારિક શરીર અસંખ્યાત જ છે. બદ્ધ વૈક્રિય કે આહારક શરીર નથી. મુક્ત ઔદારિક, વૈક્રિય, આહારક શરીર અનંત છે.