________________
પ્રકરણ ૨૬/બદ્ધ યુક્ત શરીર
.
[ ૪૦૫ ]
અનંત છે. પૃથ્વી–પાણી અગ્નિ આ ત્રણે પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા ઔદારિક શરીર હોય તેટલા જ તૈજસ-કાર્પણ શરીર હોય. તેથી બદ્ધ-મુક્ત તૈજસ, કાર્મણ શરીરમાં ઔદારિક શરીરનો જ અતિદેશ કરેલ છે. |२३ वाउकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! जहा पुढविकाइयाणं ओरालियसरीरा तहा भाणियव्वा । वाउकाइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं असंखेज्जा, समए-समए अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेत्तेणं कालेणं अवहीरंति । णो चेव णं अवहिया सिया । मुक्केल्लया जहा ओहिया ओरालियमुक्केल्लया । आहारयसरीरा जहा पुढविकाइयाणं वेउव्वियसरीरा तहा भाणियव्वा ।
तेयग-कम्मयसरीरा जहा पुढविकाइयाणं तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિકોને કેટલા ઔદારિક શરીર હોય છે?
ઉત્તર- પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિકોને કેટલા વૈક્રિય શરીર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! વાયુકાયિકોને વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે- બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. જો સમયે-સમયે એક–એક શરીરનું અપહરણ કરવામાં આવે તો (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સંપૂર્ણ રીતે અપહરણ કરી શકાય. પરંતુ તેવો અપહાર ક્યારે ય કર્યો નથી. મુક્ત વૈક્રિય શરીર સામાન્ય મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. બદ્ધ આહારક શરીર તેને હોતા નથી. મુક્ત આહારક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણની વક્તવ્યતા પૃથ્વીકાયિકના બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણ પ્રમાણે જાણવી. વિવેચન :
વાયુકાયિક જીવોના ઔદારિક, આહારક, તૈજસ, કાર્પણ શરીર તો પૃથ્વીકાયિકની જેમ જ સમજવા તેમાં કોઈ વિશેષતા નથી. માત્ર વૈક્રિય શરીરમાં વિશેષતા છે. વાયુકાયમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે તે અસંખ્યાતનું પરિમાણ બતાવતા કહ્યું છે કે સમયે-સમયે તેમના એક–એક વૈક્રિય શરીરને બહાર કાઢવામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે કાઢી શકાય. આ પ્રરૂપણા કેવળ સમજાવવા