________________
[ ૪૦૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
पुढविकाइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । मुक्केल्लया जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।
आहारगसरीरा वि एवं चेव भाणियव्वा । तेयग-कम्मगसरीराणं जहा एएसिं चेव ओरालियसरीरा तहा भाणियव्वा ।
जहा पुढविकाइयाणं एवं आउकाइयाणं तेउकाइयाण य सव्वसरीरा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોને કેટલા ઔદારિક શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને ઔદારિક શરીર બે પ્રકારના છે, બદ્ધ અને મુક્ત. આ બંને પ્રકારના શરીરોની સંખ્યા સામાન્ય બદ્ધ અને મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોને વૈક્રિય શરીર કેટલા પ્રકારના છે?
ઉત્તર- હે ગૌતમ! બદ્ધ અને મુક્ત. આ બે પ્રકારના શરીરમાંથી તેને બદ્ધ વૈક્રિય શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
આહારક શરીરની વક્તવ્યતા પણ તે રીતે વિક્રિયની જેમ) જાણવી જોઈએ. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીરની પ્રરૂપણા તેના બદ્ધ–મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
જે રીતે પૃથ્વીકાયિકોમાં પાંચ શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે પ્રમાણે અપકાય અને તેઉકાયમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ જાણવું.
વિવેચન :
પૃથ્વી–પાણી અને અગ્નિ ભવ સ્વભાવથી ઔદારિક શરીરધારી છે. તેમના બદ્ધ ઔદારિક શરીર સામાન્ય બદ્ધ ઔદારિકની જેમ અસંખ્યાત છે અને મુક્ત ઔદારિક શરીર–સામાન્ય મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
આ ત્રણે સ્થાવરકાયને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહારક શરીર ભવ-સ્વભાવથી હોતા નથી. પૂર્વભાવોની અપેક્ષાએ મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે અને પૂર્વના મનુષ્ય ભવની અપેક્ષાએ મુક્ત આહારક શરીર પણ અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાશ્મણ શરીર, સામાન્ય ઔદારિકવતુ જાણવા અર્થાતુ બદ્ધ તૈજસ કાર્મણ શરીર અસંખ્યાત છે અને મુક્ત તૈજસ કાર્મણ શરીર