________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
૪૦૩ |
ઔદારિક શરીરની જેમ કહેવા.
અસુરકુમારોના વૈક્રિય શરીરની જેમ તેઓના તૈજસ અને કાર્મણ શરીર સંબંધી બદ્ધ–મુક્ત શરીરની વક્તવ્યતા જાણવી.
નાગકુમારથી લઈ સ્વનિતકુમાર સુધીના સર્વ ભવનવાસી દેવોના પાંચ શરીર સંબંધી કથન અસુરકુમારની જેમ જ જાણવું.
વિવેચન :
નારીની જેમ અસુરકમારાદિ દસે પ્રકારના ભવનપતિ દેવો ભવસ્થ વૈક્રિયશરીરવાળા છે. તેથી તેમને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પૂર્વભવોમાં ઔદારિક શરીર છોડીને આવ્યા હોવાથી તેઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
ભવનપતિ દેવોને બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. પ્રત્યેક ભવનપતિ દેવને એક–એક વૈક્રિય શરીર છે માટે જેટલી ભવનપતિ દેવોની સંખ્યા તેટલી બદ્ધ વૈક્રિય શરીરની સંખ્યા છે. તે અસંખ્યાત બદ્ધ વૈક્રિય શરીરનું પરિમાણ- કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. આ શ્રેણીઓની વિખંભસૂચી પણ અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોની રાશિના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગપ્રમાણ લેવાની છે. આ વિષ્ફભસૂચી નારકોની વિખ્રભસૂચની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગપ્રમાણવાળી છે. નારકીમાં અંગુલપ્રમાણ ક્ષેત્રમાં ૨૫ શ્રેણી ગ્રહણ કરી તેના પ્રથમ વર્ગમૂળથી બીજા વર્ગમૂળને ગુણી ૬૪ શ્રેણી ગ્રહણ કરી હતી. અહીં અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં ર૫૬ શ્રેણીમાંથી પ્રથમ વર્ગમૂળ ૧૬ના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ગ્રહણ કરવાની છે. અસુરકુમાર નારકોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે રત્નપ્રભા પ્રથમ નરકના નારકીની અપેક્ષાએ સમસ્ત ભવનવાસી દેવ અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેથી સમસ્ત નારકોની અપેક્ષાએ તો અસુરકુમાર અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે સ્પષ્ટ છે.
ભવનપતિ દેવોના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે. ભવનપતિ દેવોને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર અનંત છે. ભવનપતિ દેવને વૈક્રિયશરીરની જેમ તૈજસ-કાર્પણ શરીર અવશ્ય હોય છે માટે વૈક્રિય શરીરની જેમ બદ્ધ તૈજસ-કાર્પણ અસંખ્યાત છે અને મુક્ત અનંત છે. પૃથ્વી-પાણી અગ્નિમાં શરીર પરિમાણ :| २२ पुढविकाइयाणं भंते ! केवइया ओरालियसरीरा पण्णत्ता ?
गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । एवं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।