________________
કેવળજ્ઞાનની પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન, શિષ્ય-સમુદાય, ગણ-ગણધર, આર્થિકાઓ, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પરિમાણ, સામાન્ય કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સભ્યશ્રુતજ્ઞાની, વાદી, અનુત્તર વિમાનને પ્રાપ્ત મુનિઓ, ઉત્તર વૈક્રિયધારી મુનિ, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત મુનિ, કયા સ્થાન પર કેટલા ભક્તનો ત્યાગ કરી પાદપોપગમન અનશનને પ્રાપ્ત અંતકૃત મુનિઓની સંખ્યા તથા અજ્ઞાન રજથી વિપ્રમુક્ત થઈ જે મુનિવરો સિદ્ધિમાર્ગને પ્રાપ્ત થયા છે તેનું વર્ણન જોવા મળે છે. સંક્ષિપ્તમાં જોઈએ તો પ્રથમાનુયોગમાં તીર્થકરોનું સમ્યકત્વ પ્રાપ્તિથી લઈ તીર્થપ્રવર્તન અને મોક્ષગમન સુધીનું વર્ણન જોવા મળે છે. ગંડિકાનુયોગ – અનુયોગનો બીજો ભેદ ચંડિકાનુયોગ છે. ગંડિકાનો અર્થ છે– સમાન વક્તવ્યતાથી અર્થાધિકારનું અનુસરણ કરનાર વાક્યપદ્ધતિ અને અનુયોગ એટલે અર્થ તાત્પર્યાર્થ પ્રગટ કરવાની વિધિ અથવા વિસ્તૃત વ્યાખ્યાન તે અનુયોગ. આ રીતે ગંડિકાનુયોગમાં એક એક વિષયનું વિસ્તૃત વર્ણન છે. ચંડિકાનુયોગના અનેક પ્રકાર છે. (૧) કુલકર ગંડિકાનુયોગ– વિમલ વાહન વગેરે કુલકરોના જીવન. (૨) તીર્થકર ગંડિકાનુયોગ– તીર્થંકર પ્રભુના જીવન. (૩) ગણધર ગંડિકાનુયોગ- ગણધરોના જીવન. (૪) ચક્રવર્તી ચંડિકાનુયોગ– ભરત વગેરે ચક્રવર્તીના જીવન. (૫) દશાર્ણ ચંડિકાનુયોગ- સમુદ્રવિજય વગેરે દશાર્થોના જીવન. (૬) બળદેવ ચંડિકાનુયોગ- રામ વગેરે બળદેવોના જીવન. (૭) વાસુદેવ ગંડિકાનુયોગ- કૃષ્ણ વગેરે વાસુદેવોના જીવન. (૮) હરિવંશ ચંડિકાનુયોગ- હરિવંશમાં ઉત્પન્ન થયેલા મહાપુરુષોના જીવન. (૯) ભદ્રબાહુ ગંડિકાનુયોગ- ભદ્રબાહુ સ્વામીનું જીવન. (૧૦) તપકર્મ નંડિકાનુયોગ–વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓનું વર્ણન. (૧૧) ચિત્રાન્તર ગંડિકાનુયોગ- ભગવાન ઋષભદેવ અને ભગવાન અજિતનાથની
વચ્ચેના સમયાંતરમાં તેઓના વંશજ સિદ્ધ કે સર્વાર્થસિદ્ધમાં ગયા હોય તેમનું વર્ણન. (૧૨) ઉત્સર્પિણી ચંડિકાનુયોગ– ઉત્સર્પિણી કાળનું વિસ્તૃત વર્ણન. (૧૩) અવસર્પિણી ચંડિકાનુયોગ– અવસર્પિણી કાળનું વિસ્તૃત વર્ણન.
ચારે ગતિમાં ગમનાગમનનું વર્ણન પણ ચંડિકાનુયોગમાં સમાવિષ્ટ છે. વૈદિક
40