________________
કહેવાય છે. (४) अणुणा जोगो अणुजोगो अणु पच्छाभावओ य थोवे वा ।
ના પછીfમદિય સુત્ત થવું ૨ તેણy I- બુહત્કલ્પ-૧ ગા-૧૯૦.
'અનુ' એટલે પશ્ચાદ્ભાવ અથવા સ્તોક. આ દષ્ટિએ સૂત્રપશ્ચાત્ (પછી) અભિહિત અર્થ અથવા સ્તોક સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ. (૫) સૂત્રચર્થોન સહાનુભૂi યોગનમનુયોરાઃ |
अथवा अभिधेय व्यापारः सूत्रस्य योगः। अनुकूलोऽनुरुपो वा योगो अनुयोगः ।।
યથા ઘટશ ઇવેન ઘટસ્થ પ્રતિપાવનતિ - આવશ્યક નિર્યુક્તિ,મલય વૃ.નિ.૧૨૭
સૂત્ર સાથે અનુકૂળ અર્થની યોજના તે અનુયોગ અથવા સૂત્રનો પોતાના અભિધેયમાં જે વ્યાપાર–યોગ તે અનુયોગ કહેવાય છે. જેમ 'ઘટ' શબ્દનો ઘટના પ્રતિપાદક અર્થ–પદાર્થ સાથે યોગ થાય તેમ. (૬) સંક્ષિપ્તમાં 'અનુયોગ' એટલે અનુરૂપ અર્થ સાથે સૂત્રનું જોડાણ. અર્થ પ્રગટ કરવાની વિધિ એટલે અનુયોગ. અનુયોગના ભેદ-પ્રભેદ :
જૈન આગમ સાહિત્યમાં અનુયોગના વિવિધ રીતે ભેદ-પ્રભેદ જોવા મળે છે. આચાર્ય દેવવાચકે નંદીસૂત્રમાં દષ્ટિવાદ સૂત્રના પાંચ ભેદ બતાવ્યા છે. તેમાં અનુયોગ એ ચોથો ભેદ બતાવ્યો છે. તે પાંચ ભેદ આ પ્રમાણે છે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. દષ્ટિવાદ સૂત્રના ચોથા ભેદરૂપ અનુયોગના 'મૂલ પ્રથમાનુયોગ' અને 'ગંડિકાનુયોગ' એવા બે ભેદ કર્યા છે. મૂલ પ્રથમાનુયોગ- મૂલ પ્રથમાનુયોગમાં અહંતુ ભગવાનના સમ્યકત્વપ્રાપ્તિ પછીના ભવો, દેવલોક ગમન, આયુષ્ય, ચ્યવન, જન્મ, અભિષેક, રાજ્યશ્રી, પ્રવ્રજ્યા, તપ,
39