________________
ડો. હરમન જેકોબી, ડો. શુબિંગ વગેરે પાશ્ચાત્ય મનીષીઓએ જૈન આગમ સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરી જાહેર કર્યું છે કે અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત દ્વારા વિશ્વને સર્વધર્મ સમન્વયનો પુનીત પાઠ ભણાવનારું આ શ્રેષ્ઠતમ સાહિત્ય છે.
આગમનું વર્ગીકરણ :
આગમ સાહિત્ય ઘણું જ વ્યાપક અને વિરાટ સ્વરૂપ ધરાવે છે. સમયાનુસાર ભિન્ન-ભિન્ન રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
પ્રથમ વર્ગીકરણમાં આગમ સાહિત્ય "પૂર્વ અને અંગ" એવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. - સમવાયાંગ સૂત્ર ૧૪/૧૩૬.
બીજા વર્ગીકરણમાં આગમ સાહિત્ય અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય તેવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. – નંદીસૂત્ર-૪૩.
ત્રીજા વર્ગીકરણમાં સંપૂર્ણ આગમ સાહિત્ય જ અનુયોગમાં વિભક્ત જોવા મળે છે.
અનુયોગ એટલે શું :
અનુયોગ શબ્દ 'અનુ' ઉપસર્ગ અને યોગ શબ્દના સંયોગથી નિર્મિત થયો છે. યોગ શબ્દ યુજ–જોડવું' ધાતુ પરથી બન્યો છે. 'અનુયોગ શબ્દના અર્થને સ્પષ્ટ કરતી વિભિન્ન પરિભાષાઓ પ્રાચીન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. (૧) ૩yોથળમyયો- અનુયોજનને અનુયોગ કહેવામાં આવે છે. અનુયોજન એટલે જોડવું, એકબીજાને સંયુક્ત કરવું, શબ્દ અને અર્થને સંબંધિત કરવા તે અનુયોગ. (૨) યુગૃતે સંવષ્ય ભવદુસ્તાર્થેન સતિ યોઃ | જે ભગવત્ કથનથી સંયોજિત કરે તે અનુયોગ. આ વ્યાખ્યા ટીકાકારની છે. (3) अणु सूत्रं महानर्थस्ततो महतोर्थस्याणुना सूत्रेण योगो अनुयोगः । – અભિધાન રાજેન્દ્ર કોષ. લઘુસૂત્ર સાથે મહાન અર્થનો યોગ કરવો તે અનુયોગ છે અર્થાત્ સૂત્રની સાથે અનુકૂળ, અનુરૂપ અથવા સુસંગત અર્થનો સંયોગ તે અનુયોગ
38