________________
અનુવાદિકાની કલમે
- સાધ્વીશ્રી સુબોધિકાબાઈ મ. સ
જૈન સાહિત્યમાં આગમનું સ્થાન અપૂર્વ છે. આગમ જૈનધર્મની કરોડરજ્જુ છે. આગમ જૈન ધર્મનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. 'આગમ' શબ્દ જ પવિત્ર અને વ્યાપક અર્થ ગરિમાને પોતામાં સમાવિષ્ટ કરે છે. આગમ એ તો સત્યના દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ તીર્થકરોની વિમલ વાણીનું સંકલન છે.
યથાર્થ સત્યનું પરિજ્ઞાન કરાવી શકે, આત્માનો પૂર્ણતયા બોધ કરાવી શકે, જેના દ્વારા આત્મા પર અનુશાસન કરી શકાય તે આગમ . આગમને જ શાસ્ત્ર અથવા સૂત્ર કહેવામાં આવે છે. આગમ(શાસ્ત્ર કે સૂત્રની) વિભિન્ન વ્યાખ્યાઓ :(૧) જેના દ્વારા યથાર્થ સત્યરૂપ શેયનો અર્થાત્ આત્માનો પરિબોધ કરી શકાય અને આત્માનું અનુશાસન કરી શકાય તે શાસ્ત્ર. શાસ્ત્ર શબ્દ 'શાસ્ ધાતુથી બને છે. શાસુનો અર્થ છે શાસન, શિક્ષણ અથવા ઉબોધન. જે તત્ત્વજ્ઞાનથી આત્મા અનુશાસિત, ઉબુદ્ધ થાય તે શાસ્ત્ર. - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય-ગા. ૧૩૮૪. (૨) ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવળી અને અભિન્નદસપૂર્વી દ્વારા કથિત શ્રુત સૂત્ર કહેવાય છે. – મૂલાચાર પ/૮૦. (૩) જે ગ્રંથ પ્રમાણમાં અલ્પ, અર્થમાં મહાન, બત્રીસ દોષ રહિત, લક્ષણ તથા આઠ ગુણોથી સંપન્ન, સારભૂત અનુયોગથી સહિત, વ્યાકરણ વિહિત, નિપાત રહિત, અનિંદ્ય, સર્વજ્ઞ કથિત હોય તે સૂત્ર કહેવાય છે. – આવશ્યક નિર્યુક્તિ ૮૮૦/૮૮૬. (૪) જેમ પાણી વસ્ત્રની મલિનતા દૂર કરી ઉજ્જવળ બનાવે છે તેમ શાસ્ત્ર પણ અંતઃકરણમાં સ્થિત કામ, ક્રોધાદિ, કાલુષ્યને દૂર કરી પવિત્ર અને નિર્મળ બનાવે છે. – હરિભદ્ર સૂરિ કૃત યોગ બિન્દુ પ્રકરણ ર૯.
37