________________
પ્રભેદની જાળ એટલી વિસ્તૃત છે તે સામાન્ય પાકો તેમાં ક્યાં અટવાઈ જાય, તેનો ખ્યાલ રહેતો નથી, સંપાદન સમયે લક્ષપૂર્વક એક – એક વિષય પૂર્ણ થતાં તેનું કોષ્ટક અને ચાર્ટ આપ્યા છે, તેથી પાઠકો તેનું પુનરાવર્તન સરળતાથી કરી શકે છે. તેમ જ પરિશિષ્ટમાં શાસ્ત્રના વિષયને પૂર્ણતઃ આવરી લેતાં ચાર્ટ આપ્યા છે, આ પ્રસ્તુત સંપાદનની વિશેષતા છે.
તેમ જ એક પરિશિષ્ટમાં સુત્રગત પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ આપી છે.
સ્યાદ્વાદ જૈનદર્શનનો મૌલિક સિદ્ધાંત છે. તેને સમજવા માટે ચાર નિક્ષેપ અને સાત નયની સમજણ અત્યંત જરૂરી છે. તે વિષયની મહત્તાને સમજીને તેને વિસ્તારથી સમજાવ્યા છે. આ રીતે દ્રવ્યાનુયોગ પ્રધાન આ કઠિનતમ શાસ્ત્રના ભાવોને જન-જનના મન સુધી પહોંચાડવાનો યત્કિંચિત પુરુષાર્થ કર્યો છે. ગુરકપાબળે આ કાર્યમાં અમોને સફળતા મળી છે. તેનો અમોને આનંદ છે. તે માટે અમારી ચૈતન્યજ્યોતને પ્રજવલિત કરવા માટે પ્રેરણા આપનાર ઉપકારી ગુરૂભગવંતોના પાવન ચરણોમાં નતમસ્તકે વંદન કરી વિરામ પામી છીએ.
અંતે આગમોમાં માસ્ટર કી સમાન આ શાસ્ત્રનું સંપાદન અમારા અંતરના તાળા ખોલી આત્માના સ્વભાવભૂત નિર્મળ જ્ઞાન પ્રગટાવવામાં સહાયક બને એ જ શુભકામના...
જિનવાણીથી કોઈ પણ વિપરીત પ્રરૂપણ થઈ હોય તો પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુકકડમ્...
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટગરદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ.મુકત - લીલમ ગુણીશ્રી!
શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ-વીર ગુરણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
1
36 I
ST