________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનંત અનંત ભાવ - ભેદથી ભરેલી, અનંત અનંત નય અને નિક્ષેપથી જેનું વ્યાખ્યાન થઈ શકે તેવી પરમાત્માની વાણી અને તે પરમ પાવન વાણી જેમાં સંગ્રહિત છે, તે આગમગ્રંથો આપણા માટે બહુમૂલ્યવાન તિજોરી સમાન છે અને તેમાં ભરેલા ગહનતમ ભાવો તિજોરીના રત્નો જેવા છે પરંતુ આત્માના વૈભાવિક ભાવોથી, ભ્રમ અને ભ્રાંતિથી તે તિજારીને તાળ લાગેલું છે. આ તાળાને ખોલવું કેવી રીતે ? શાસ્ત્રોનો ગહનતમ ભાવોને, શાસ્ત્રોના અદ્ભત રહસ્યોને પામવા કેવી રીતે ? આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીજીએ શ્રી અનુયોગદ્વાર સૂત્ર રૂપ એક માસ્ટર કી સમ આગમની રચના કરી. જે માસ્ટર કી થી સાધક પ્રત્યેક આગમમાં પ્રવેશ કરવા માટે સક્ષમ બની જાય છે. આગમના ભાવોને જાણીને સાધક ભ્રમ અને ભ્રાંતિના તાળા તોડી શકે છે.
એક અપેક્ષાએ અન્ય આગમોના અભ્યાસ માટે અનુયોગદ્વાર સૂત્ર ઘણું ઉપયોગી છતાં કઠિન શાસ્ત્ર છે. આ શાસ્ત્ર સંપાદનનો પ્રારંભ કર્યો તે પહેલાં આ શાસ્ત્રનું વાંચન ક્યારેય કર્યું ન હતું, તેના વિષયનો પણ વિશેષ ખ્યાલ ન હતો, તેમ છતાં ગુર્વાણાને શિરોધાર્ય કરીને કાર્યનો પ્રારંભ કર્યો કારણ કે અંતરમાં શ્રધ્ધા સહ વિશ્વાસ હતો કે ગુરુ જ્યારે શિષ્યને કોઈ પણ આજ્ઞા આપે છે, ત્યારે કેવળ આજ્ઞા જ આપતા નથી પરંતુ આજ્ઞાપાલનનું સામર્થ્ય પણ અવશ્ય આપે જ છે. બસ! આ શ્રધ્ધાના સથવારે આગળ વધ્યા.
આ શાસ્ત્રમાં શતક, અધ્યયન કે ઉદેશક જેવા કોઈ વિભાગ નથી. સંપૂર્ણ શાસ્ત્ર અખંડ છે. વિષયોની સ્પષ્ટતા માટે સહુ પ્રથમ અમે વિષયાનુસાર “પ્રકરણ” શબ્દથી તેનું વિભાજન કર્યું છે. અન્ય શાસ્ત્રોથી અનુયોગદ્વાર સૂત્રનો વિષય અને તેની કથન પદ્ધતિ સર્વથા નિરાળી
તા.
- તેમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય, આ મુખ્ય ચાર અનુયોગદ્વારનું ભેદપ્રભેદના માધ્યમથી વિસ્તૃત વર્ણન છે. પ્રત્યેક વિષયનું કથન શાસ્ત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ ચાર નિક્ષેપથી તથા તેના ભેદ-પ્રભેદના માધ્યમથી કર્યું છે. “અનુપૂર્વી ના ભેદ -
35
(/
t