________________
કામના. માટે જ કહું છું કે "નંદી શબ્દાર્થ વાક્ય રચનાનો કોષ છે ત્યારે તખ્તાલોકના તાળાઓ ખોલવામાં અનુયોગદ્વાર ઊંચી કૂંચીનો ઝુડો છે."
પ્રસ્તુત સૂત્રની અનુવાદિકા છે ઊંડી સૂઝબૂઝ ધરાવનાર અમારી સહ સંપાદિકા તપસ્વિની સાધ્વી રત્ના પ્રશિષ્યા સુબોધિકાશ્રી. તેમણે બહુ સરલ, સરસ, સહજભાવે સમજાય તેવું આલેખન કર્યું છે. અર્થ, ભાવાર્થ, વિવેચન અને ચાર્ટ બનાવી વીતરાગવાણી મંદબુદ્ધિના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોને ગ્રાહ્ય બને તેવો પુરુષાર્થ કર્યો છે, કલ્યાણકારી કોશીશ કરી છે. તેનો પુરુષાર્થ સ્તુત્ય તેમજ અનેકશઃ ધન્યવાદને પાત્ર બને છે. હું પણ કામના કરું છું કે સુબોધિકાશ્રી અનુયોગનો અનુગમ કરી આત્માભિમુખ બની સહજ સ્વરૂપ પામવાનો સુબોધ પ્રાપ્ત કરે.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર પૂ. ત્રિલોક મુનિવર્યને શત કોટી વંદના. સહ સંપાદિકા સાધ્વી-આરતીને ધન્યવાદ. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને અનેકશઃ સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈવગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિનાં માનદ શ્રીયુત શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા રમણિકભાઈ એવં આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી દઢ સંકલ્પી તપસ્વિની વિજયાબહેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈનસંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાન દાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ત્રુટિ રહી જવા પામી હોય, વીતરાગ વચન વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત–લીલમ"તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ–અંબામાત" ને વંદન કરું છું ભાવ ભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ. સ. ના
સુશિષ્યા – આર્યા લીલમ.