________________
"નય" અધિકાર ફરમાવી પ્રયોગમાં પ્રતિષ્ઠિત કર્યો, તેથી તે માનવે અનાવશ્યક છોડી, મંગલ આચરણ કરી આવશ્યક સ્વીકારી શ્રુતનો પ્રેમી બની કર્મસ્કંધની નિર્જરા કરી ઉપક્રમથી નિરૂપક્રમી બની, પૂર્વાનુપૂર્વી આત્મ વિશુદ્ધિ પામી, નામ કર્મોનો નાશ કરી, અનામી બની, અનુપમ પ્રમાણવાળું કેવળજ્ઞાન પામી, વક્તવ્ય, અવક્તવ્ય સંપૂર્ણ પદાર્થના લોકાલોકના ભાવ જાણી, એવંભૂત નયમાં પ્રવેશી, શુદ્ધ સામાયિક યથાર્થ ચારિત્રમાં રમણતા કરી, ચારેય જ્ઞાનનો સમવતાર પામી, અનંત ગુણાત્મક દશા પ્રગટ કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી, સિદ્ધ બુદ્ઘ મુક્ત બની મોક્ષે ગયો. સ્વાભાવિક અનંત સહજ સુખને પ્રાપ્ત કર્યુ. આ છે અનુયોગદ્વાર સૂત્રનું પ્રદર્શન.
વાચકવૃંદ ! પ્રસ્તુત સૂત્ર ઘણું જ ગંભીર છે. શ્રીમદ્ જેવા બુદ્ધિનિધાન પુરુષે પણ કહી દીધું છે. વીતરાગ વિજ્ઞાન અમાપ છે. મને લાગે છે કે શ્રીમદ્ભુએ અનુયોગ ઘૂંટી ઘૂંટીને પીધું હશે. તેથી તેમણે સિદ્ધાંતનો નિષ્કર્ષ ઉત્કર્ષ ભાવથી હૃદયદ્રાવક દોહનમાંથી નીતાર્યું. જિનેશ્વરની વાણીને લલકારી જે જાણે છે તે જ જાણે છે. આ રહી પેલી પંક્તિઓ–
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય, નિક્ષેપ વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્રબાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
પ્રાન્તે વીતરાગ વાણીને ભાગ્યવાન જ અવધારે છે. ત્યારે લાખોમાંથી કોઈક આત્માઓ પાકે છે. હજારોમાંથી કોઈક દેશ વિરતિ શ્રાવક બને છે કે સાચો સંયમી સાધુ બને છે અને મોક્ષ યોગ્ય થાય છે.
આ સૂત્રમાં અવગાહન કરવાથી આ લેખિકાને અરિહંત આપ્ત પુરુષ પ્રતિ અહો અહો ભાવ જાગે છે. આવો અનુપમ અનુયોગ ક્યારે પ્રાપ્ત થાય અને શરીર કર્મ જંજીરથી મુક્ત થાય તેવી ભાવના પ્રગટે છે. આવી ભાવના સર્વ જીવોના ઉરે વહે તેવી
33