________________
તત્ત્વવેત્તાને ઉપર ઊઠાવી ઉદાસીન વૃત્તિ કેળવવાનો બોધ આપ્યો તેમાં ચાર ચાર અનુયોગ સમાવી દીધા. તે લીલા જીવના કર્મ પ્રમાણે થાય છે.
તેમાંય કર્મ પણ કષાયના રસ યોગના આંદોલન પ્રમાણે બંધાય છે તે બાંધવાની પરિણામધારામાં ગતિ, જાતિ, અવગાહના વગેરેનું માપ દેખાડવા નામદ્વારના અનુયોગ બાદ "પ્રમાણ"નો અધિકાર દેખાડયો. શરીરની શ્વાસોચ્છવાસની તથા શરીરના અવયવોની લંબાઈ, પહોળાઈ, પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાનાદિ પ્રમાણ બતાવી ગણિતાનુયોગ સિદ્ધ કરી આત્માના અસંખ્યાત પ્રદેશમાં અનંતાગુણો રહેલા છે તે દર્શાવ્યું છે. તેમાં મુખ્ય ગુણ જ્ઞાન છે. તેને પણ સિદ્ધ કરી જીવ દ્રવ્યને જાહેર કર્યું.
પ્રમાણથી કહેવા યોગ્ય કેટલાક પદાર્થો છે તેનું જ્ઞાન કરાવવા પ્રમાણ બાદ "વક્તવ્ય" અધિકાર ફરમાવ્યો છે. તેમાં સ્વ સમય, પરસમયનું અનુષ્ઠાન શાસન, અનુશાસન બતાવવા માટે નયદષ્ટિ કેળવવી પડે.
જીભ એક છે, વક્તવ્ય પદાર્થો અનંતા છે, તેની અંશે અંશે પ્રરૂપણા કરાય તેથી "નય"નો અધિકાર ફરમાવ્યો. દરેકની અપેક્ષાઓ સાપેક્ષ હોય છે. કોઈ જૂઠો કે સાચો નથી પરંતુ દરેકની દષ્ટિએ અનંત નયની વાત કરવાની રીત હોય છે. તેમની સપ્તભંગી બતાવી પૂર્ણ સાપેક્ષવાદ–સ્યાદ્વાદ રૂપે વર્ણવ્યો છે. તે નયની દષ્ટિએ શું શું અર્થ થાય છે, તેને સિદ્ધ કરવા "અર્થ" અધિકાર કરી સામાયિક આવશ્યકથી લઈને પ્રત્યાખ્યાન સુધીના ષકનો અર્થ સમજાવી કોણ કોનામાં સમાવિષ્ટ થાય છે તે બતાવવા "સમવતાર" અનુયોગ ફરમાવ્યો. તે સમવતાર સ્વમાં, પરમાં, તદુભયમાં પણ થઈ શકે છે. તો કયા પદાર્થમાં મૂકવો તેનું જ્ઞાન કરાવવા નિક્ષેપ" અધિકાર જોડાયો. તે નિક્ષેપ અધિકારમાં ખાસ વર્ણન એ જ કર્યું છે કે આવશ્યકનો અધિકારી કોણ થઈ શકે. તે અધિકારીને દેખાડવા ભાવ સામાયિકને યથાર્થ સેવનારો જ સુભગ ઘડી પ્રાપ્ત કરી શકે તેમજ કર્મબંધન તોડવાનો "અનુગમ" પ્રાપ્ત કરી શકે છે. તેથી અનુગમ અધિકાર ફરમાવ્યો. આ પ્રસ્તુત સૂત્રમાં પાછળથી જેટલું જોડાયું તે અનુક્રમે છે.
આ રીતે મહાત્મા વીતરાગ પરમાત્માએ દુર્દશાથી પીડાયેલા માનવીને જાગૃત કર્યો, સિદ્ધ થવાની દશાનું ભાન કરાવ્યું અને ત્યાર પછી પૂરા વિશ્વનું પ્રદર્શન દેખાડી
K
)