________________
Th( 5.
જથ્થા વર્ગણા રૂપે બને ત્યારે વચનયોગની વર્ગણા ગ્રહણ કરવા યોગ્ય થાય છે, તેને પણ "સ્કંધ" કહે છે.
શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી તેમજ ઈન્દ્રિયના માધ્યમથી નિરૂપણ થઈ શકતું હોવાથી શ્રુત અધિકાર બાદ સ્કંધ અધિકાર ફરમાવ્યો. તે સ્કંધ અધિકારમાં સ્કંધ શબ્દ
ક્યાં ક્યાં લાગુ પડે તેના પર્યાયવાચી નામ કેટલા, તેનો ચિતાર રજૂ કર્યો. તે સ્કંધોની વર્ગણા જીવની શભાશભ પરિણતિ પ્રમાણે અધ્યવસાયના બળ પ્રમાણે ઈન્દ્રિય પ્રાણની સાથે સ્પર્શિત, અવગાહિત સ્કંધોને વચનાદિ યોગ માટે આકર્ષિત કરે છે. તે સ્કંધો ઉપક્રમથી આવે છે.
ઉપ = નજીક, ક્રમ = ક્રમશઃ જે આવીને આત્મસાતુ થાય તેને ઉપક્રમ કહેવાય. તેથી પછીનો અધિકાર "ઉપક્રમ"ના નામે આપ્યો. તેમાં તો ઉપક્રમ ઉપર ઘણા દ્વારા ઉતારી પર્યાયવાચી અનેક નામ આપી, તેના ભેદ પ્રભેદનું વર્ણન જ્ઞાની ભગવંતોએ કરાવ્યું છે. આપણે પણ તે અધિકારનો અનુયોગ કરી રહ્યા છીએ. આગળ વધીને કહે છે કે જીવ કર્મ બાંધે છે કે છોડે છે તે કર્મમાં પણ ડિસીપ્લીન હોય છે. તે બધી જ કર્મવર્ગણા કાર્મણ શરીર દ્વારા ગ્રહણ કરાય તે પણ "આનુપૂર્વી" થી જ ગોઠવાયેલ હોય છે. તેથી ઉપક્રમ બાદ 'આનુપૂર્વી'નો અધિકાર કહ્યો. તેમાં તો પૂવાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી, મધ્યાનપૂર્વી વગેરે અનેકશઃ ભેદ દષ્ટાંત સહિત આપ્યા છે. લોકમાં વિચરતાં જડ ચૈતન્ય દ્રવ્ય બેલેન્સ જાળવીને કાર્યરત થાય છે; નહીં તો લોકની વ્યવસ્થા નાશ પામે. લોકના છએ છ દ્રવ્ય શાશ્વત છે તે ક્યારેય અવ્યવસ્થિત હોય જ નહીં.
પૂવાનુપૂર્વીનું જ્ઞાન કયા સ્થાને કઈ વ્યક્તિમાં ક્યારે પ્રાપ્ત થાય તેનું જ્ઞાન કરાવવા "નામ" અધિકારનો અનુયોગ ફરમાવ્યો છે. નામ દ્વારના દસ નામથી જુદી જુદી રીતે એકનામ, બેનામ, ત્રણ નામના જગતના સર્વ પદાર્થોને આવરી લઈને પ્રસિદ્ધ કર્યા. તેમાં પણ મોહરાજાના સંપૂર્ણ રાજ્યની પૌલિક સામગ્રીનું વર્ણન કર્યું છે, સંસારની લીલાનું પ્રદર્શન ભર્યું છે. સંસારપ્રેમી પ્રેક્ષક આખી લીલવિલાસનો અભ્યાસ કરે તો જ્ઞાનીના જ્ઞાનનું બહુમાન થયા વિના રહે નહિ તથા તેમ પણ થાય કે આવું લખાણ કરવાની શી જરૂરિયાત હતી? તેના જવાબમાં એક જ વાત છે કે મોહાધીન આત્મા ક્યાં ક્યાં ફસાઈ પડે છે, તે કેવળજ્ઞાનમાં પૂર્ણ રૂપે જણાઈ આવે છે. તેથી યથાર્થ વાત બતાવીને