________________
પરંપરામાં જેમ વિશિષ્ટ વ્યક્તિઓનું વર્ણન પુરાણ સાહિત્યમાં છે તેમ જૈન પરંપરામાં મહાપુરુષોનાં વર્ણન ગંડિકાનુયોગમાં છે. સમયે-સમયે મૂર્ધન્ય મનીષીઓ અને આચાર્યોએ ગંડિકાનુયોગની રચના કરી અને તે સંઘ દ્વારા સ્વીકૃતિ પામી માન્ય બની
અન્ય પ્રકારે અનુયોગના ચાર પ્રકાર:- અનુયોગ એટલે વ્યાખ્યા. વ્યાખ્યય વસ્તુના આધારે વ્યાખ્યા સાહિત્યમાં અનુયોગના ચાર વિભાગ કરવામાં આવે છે– (૧) ચરણકરણાનુયોગ (૨) ધર્મકથાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. (૧) ચરણકરણાનુયોગ– શ્રાવકો અને સાધુઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષા સંબંધી વર્ણન ચરણકરણાનુયોગ કહેવાય છે. આગમ સાહિત્યમાં જ્યાં જ્યાં સાધુ અને શ્રાવકાચારનું મુખ્યતાએ કથન છે, તે ચરણકરણાનુ યોગ કહેવાય છે. ટૂંકમાં શ્રાવક અને સાધુના આચારને વર્ણવતા અનુયોગ(વ્યાખ્યાઓને) ચરણકરણાનુયોગ કહેવામાં આવે છે. (૨) ધર્મશાનુયોગ- સર્વજ્ઞ કથિત અહિંસા, સંયમ, તપ વગેરે ધર્મો સંબંધી કથાઓ ધર્મકથાનુયોગ કહેવાય છે. ત્રિષષ્ટિશ્લાઘનીય પુરુષો તથા અન્ય મહાપુરુષોના માધ્યમથી જ્ઞાનાદિ ધર્મોને વર્ણવતા અનુયોગને ધર્મકથાનુયોગ કહેવામાં આવે છે. (૩) ગણિતાનયોગ- ગણિતના માધ્યમથી વિષયને સ્પષ્ટ કરવામાં આવતો હોય તે ગણિતાનુયોગ કહેવાય છે. કાળ, ક્ષેત્ર વગેરેની ગણનાનું વર્ણન આગમોમાં જ્યાં છે તે ગણિતાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. (૪) દ્રવ્યાનુયોગ-જીવાદિ દ્રવ્યો, નવતત્ત્વાદિ વિષયોના વર્ણનને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. દ્રવ્યો દ્વારા, દ્રવ્ય હેતુક જે અનુયોગ અથવા દ્રવ્યનો દ્રવ્ય સાથે, દ્રવ્યનો પર્યાય સાથેનો યોગ તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્ર પરિચય :
આ ચાર પ્રકારના અનુયોગ ઉપર અહીં વિશેષ ચિંતન ન કરતાં આપણે અનુયોગદ્વાર સૂત્ર ઉપર જ વિશેષ ચિંતન કરશું. મૂળ આગમમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર સૂત્રનું નામ આવે છે. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર, આ બંને આગમ