________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૪૦૧ |
જીવોની ગણતરી માટે પચાસ શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તે સાત રાજુ લાંબી શ્રેણિઓની વિખંભ સૂચી પચાસ પ્રદેશી કહેવાય અને અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવી હોય તો તેની વિખ્રભસૂચી અસંખ્યપ્રદેશી કહેવાય. નારીના બદ્ધ વૈકિય શરીર માટે વિપ્લભસુચીનું પ્રમાણ - નારકીના બદ્ધ વૈક્રિય શરીરનું પ્રમાણ બતાવવા પ્રતરના અસંખ્યાતમા ભાગમાં શ્રેણી હોય તેટલી શ્રેણીમાં રહેલ આકાશ પ્રદેશ ગ્રહણ કર્યા છે. ત્યારે પ્રશ્ન થાય કે પ્રતરના અસંખ્યાતમા ભાગમાં તો અસંખ્યાત યોજન કોટિ પ્રમાણ શ્રેણીઓ સમાવિષ્ટ થઈ શકે અને અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ પણ થઈ શકે, તો કેટલી આકાશશ્રેણી ગ્રહણ કરવી? તેના માટે શાસ્ત્રકારે તેની વિખ્રભસૂચી બતાવી છે. આ વિષ્ફભસૂચના પ્રમાણના આધારે જ અસંખ્યાત શરીરમાંથી કોનો અસંખ્યાત નાનો છે અને કોનો અસંખ્યાત મોટો છે તે નિશ્ચિત થાય છે. ૨૪ દંડકના બઢેલક શરીરનું પરિમાણ, આ વિષ્ફભસૂચના આધારે જાણી શકાય છે.
તેનો આશય એ છે કે અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે, તેમાં અસંખ્યાત વર્ગમૂળ છે. તેમાં પ્રથમ વર્ગમૂળને દ્વિતીય વર્ગમૂળથી ગુણતા જે રાશિ આવે તેટલી શ્રેણી ગ્રહણ કરવી, તેટલા પ્રમાણવાળી વિખ્રભસૂચી અહીં ગ્રહણ કરવાની છે. આ સંખ્યા પરિમાણને સમજવા અસંખ્યય પ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં અસત્કલ્પનાથી ૨૫૬ શ્રેણીઓ છે, તેમ માની લઈ એ તો ૨૫નું પ્રથમ વર્ગમૂળ ૧૬ થાય (૧૬૪૧૬ = ૨૫૬) તેનું બીજું વર્ગમૂળ ૪ થાય (૪૪૪ = ૧૬) અને ત્રીજુ વર્ગમૂળ ર થાય (૨૪૨ = ૪). પ્રથમ વર્ગમૂળ ૧૬ સાથે દ્વિતીય વર્ગમૂળ ૪ને ગુણતા ૧૬૪૪ = ૬૪ થાય. ૪ રાશિ જેટલી શ્રેણીની વિખ્રભસૂચી ગ્રહણ કરવાની છે.
બીજી રીતે શ્રેણીનું પ્રમાણ બતાવતા સૂત્રકારે કહ્યું છે કે અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ ગ્રહણ કરવી અર્થાત્ અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના બીજા વર્ગમૂળનો ઘન કરી તેટલા પ્રમાણવાળી શ્રેણી ગ્રહણ કરવી. જે રાશિનો વર્ગ હોય તેને તે જ રાશિથી ફરી ગુણતા ઘન થાય છે. અસત્કલ્પનાએ અસંખ્યાતપ્રદેશાત્મક અંગુલ ક્ષેત્રમાં ર૫ શ્રેણી કલ્પી છે. તેનું પ્રથમ વર્ગમૂળ ૧૬ અને બીજુ વર્ગમૂળ-૪ છે. આ બીજા વર્ગમૂળ-૪નો ઘન કરતાં ૪૪૪૪૪ = ૬૪ અથવા બીજુ વર્ગમૂળ-૪ છે તેનો વર્ગ ૧૬ ને તે જ રાશિ એટલે ૪ થી ગુણતા-૧૬૪૪ = ૬૪ થાય. ૬૪ શ્રેણી પ્રમાણ વિખંભસુચી થાય છે. ૬૪ શ્રેણી તો કલ્પનાથી છે સિદ્ધાંત દષ્ટિએ અસંખ્યાત શ્રેણીની વિખંભસુચી છે. તે શ્રેણીગત જેટલા આકાશપ્રદેશો છે તેટલા નારકીના બદ્ધ વૈક્રિય શરીર છે.
નારકીને મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે. નારકીને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીર મુક્ત ઔદારિકની જેમ અનંત છે.
બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીર, બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરની સમાન છે કારણ કે આ બંને શરીર બધા જ નારકીઓને હોય છે. વૈક્રિય શરીર પણ બધા નારકીને છે, તેથી તેની સમાન તૈજસ-કાર્પણ શરીરનું વક્તવ્ય જાણવું.