________________
૪૦૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालिया तहा भाणियव्वा ।
तेयग-कम्मगसरीरा जहा एतेहिं चेव वेउव्वियसरीरा तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારીઓને કેટલા આહારક શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! આહારક શરીર બે પ્રકારના હોય છે. બદ્ધ અને મુક્ત. નારકીઓને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહારક શરીરનું કથન ઔધિક મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવું.
નારકીના વૈક્રિય શરીરના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે તૈજસ-કાશ્મણ શરીર માટે જાણવું.
વિવેચન :
આ સૂત્રોમાં નારકીઓના બદ્ધ અને મુક્ત પાંચે શરીરનું પરિમાણ બતાવ્યું છે. નારકીના ઔદારિક શરીર :- નારકીઓ વૈક્રિય શરીરધારી છે, તેથી તેઓને બદ્ધ ઔદારિક શરીર હોતું નથી. પર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ નારકીઓને ઔદારિક શરીર હોય છે. નારકીઓ પર્વભવમાં મનુષ્ય કે તિર્યંચ પર્યાયમાં હોય ત્યારે તેમને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક શરીરને છોડીને નારક પર્યાયમાં આવે છે, તેથી નારકીઓને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે. તે અનંતનું કથન સામાન્ય જીવના મુક્ત ઔદારિક શરીર પ્રમાણ હોય છે. નારીના વૈકિયશરીર - નારકીઓને ભવસ્થ શરીર વૈક્રિય છે. જેટલા નારકી તેટલા બદ્ધ વૈક્રિય શરીર હોય. નારકીઓ અસંખ્યાત છે અને પ્રત્યેકને પોતાનું વૈક્રિય શરીર હોવાથી બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત હોય છે. આ અસંખ્યાતનું પરિમાણ કાળ અને ક્ષેત્રથી દર્શાવ્યું છે.
કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીર
છે
ક્ષેત્રથી ધનીકત લોકની અસંખ્યાત શ્રેણી પ્રમાણ નારકીના બદ્ધ વૈક્રિય શરીર છે. અસંખ્યાત શ્રેણીનું માપ બતાવવા સૂત્રકાર કહે છે કે 'પથર૪ મહેમા ઘનીકૃત લોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી, શ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા નારકીઓના બદ્ધ વૈક્રિય શરીરો છે.તે શ્રેણીઓના સમૂહને વિખંભ સૂચી કહે છે. વિષ્કભસુચી :- વિખંભ = પહોળાઈ, સૂચી = શ્રેણી. વિખંભ સૂચી = શ્રેણીઓની પહોળાઈ. ઘનીકૃત લોકની એક પ્રદેશી પહોળી અને સાત રાજુ લાંબી શ્રેણી હોય છે. એવી અનેક કે અસંખ્ય શ્રેણીઓ ગ્રહણ કરવામાં આવે ત્યારે તેની જે પહોળાઈ હોય તે વિખ્રભસૂચી કહેવાય. જેમકે કલ્પનાથી કોઈ દંડકના