________________
૩૯૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
નારકીની જેમ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને વૈક્રિય, તૈજસ અને કાર્મણ, આ ત્રણ-ત્રણ શરીર હોય છે.
વિવેચન :
પાંચ શરીરમાંથી તૈજસ અને કાર્પણ આ બે શરીર તો સર્વ સંસારી જીવોને હોય જ. મનુષ્ય અને તિર્યંચોને ભવસ્વભાવથી ઔદારિક શરીર અને દેવ-નારકીને ભવસ્વભાવથી વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર વિશેષ–લબ્ધિ-શક્તિધારી મનુષ્યોને જ હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોય છે. કેટલાક બાદર વાયુકાયને વૈક્રિય શરીર હોય છે તેથી તેમાં ચાર શરીર કહ્યા છે. ઔદારિક શરીર સંખ્યા પરિમાણ :११ केवइया णं भंते ! ओरालियसरीरा पण्णत्ता ? ___ गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जेते बद्धेल्लया तेणं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा । तत्थ णं जे से मुक्केल्लया ते णं अणंता, अणंताहिं उस्सप्पिणी ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अणंता लोगा, दव्वओ अभवसिद्धिएहि अणंतगुणा, सिद्धाणं अणंतभागो। શબ્દાર્થ –ોવફા = કેટલા, વહેસ્ત્રાવ = બદ્ધ-પૃચ્છા સમયે જીવ સાથે સંબદ્ધ શરીર, જીવ સાથે બંધાયેલા શરીર
મુ = મુક્ત. પૃચ્છા સમયે તે શરીર જીવે મૂકી દીધુ હોય અર્થાત્ પૂર્વભવમાં જે શરીર છોડી દીધા છે તે, તત્વ = તેમાં જે, અવલિ = અપહત ખાલી થાય છે, અવિિાર્દ = અભવસિદ્ધિક–અભવ્ય જીવો કરતાં, અપમાનો = અનંતભાગ ન્યૂન છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરના બે પ્રકાર છે. બદ્ધલક–બદ્ધ ઔદારિક શરીર અને મુકેલક-મુક્ત ઔદારિક શરીર. તેમાં બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય એટલા છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. જે મુક્ત ઔદારિક શરીર છે તે અનંત છે. કાળથી અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીથી અપહૃત થાય એટલા છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ-લોકપ્રદેશ તુલ્ય છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીરની સંખ્યા અભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ છે.
વિવેચન :
આ સૂત્રમાં બદ્ધ ઔદારિક શરીર અને મુક્ત ઔદારિક શરીરની સંખ્યાનું પરિમાણ બતાવ્યું છે