________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૩૯૩ ]
અર્થાત્ વર્તમાન ઔદારિક શરીર અને ભૂતકાલિક મુક્ત શરીર સંખ્યાની વિચારણા છે. જે શરીર જીવે ધારણ કર્યું હોય તે બઢેલક કહેવાય છે. તે ભવસ્થિતિ પ્રમાણે બદ્ધલક રૂપે રહે છે. જીવ તે શરીરને છોડી દે ત્યારે તે મુશ્કેલગ કહેવાય છે. અસંખ્યાત કાળ સુધી તે પુગલ તે શરીર રૂપે (અનંત ખંડ થઈને) રહે છે અર્થાત્ મુશ્કેલગ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાલની છે. તેટલા કાલ સુધી તે મુક્ત પુદ્ગલ બીજા કોઈ પ્રયોગ પરિણત કે વિસસાપરિણત થયા વિના અને કોઈ શરીરના બદ્ધલક થયા વિના રહી શકે છે. તે પગલો દ્રવ્ય નિક્ષેપથી ઔદારિક શરીર કહેવાય છે. તેને અહીં મુશ્કેલગ ઔદારિક શરીર કહ્યા છે.
ઔદારિક શરીર પરિમાણ :- આ બઢેલગ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત છે. અસંખ્યાત અને અનંતની આ રાશિને સુત્રકારે કાલથી, ક્ષેત્રથી અને દ્રવ્યથી સમજાવી છે.
કાલથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ:-બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય છે તેટલા જાણવા. અર્થાત્ પ્રત્યેક સમયે એક–એક બઢેલક શરીરને દૂર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે જ બધા બદ્ધલગ્ન ઔદારિક શરીર દૂર થાય. કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણીના સમય જેટલા બદ્ધ ઔદારિક શરીર છે.
ક્ષેત્રથી બદ્ધ ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોક પ્રમાણ છે. અર્થાત્ એક–એક ઔદારિક શરીરને લોકમાં રહેલ એક–એક આકાશ પ્રદેશ પર સ્થાપિત કરવામાં આવે તો આખા લોકના સર્વ આકાશપ્રદેશ તો બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય અને આ લોક જેવડા બીજા અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પણ બદ્ધ ઔદારિક શરીરથી વ્યાપ્ત થઈ જાય. અર્થાત્ અસંખ્યાત લોકના જેટલા આકાશપ્રદેશ છે, તેટલા બઢેલક ઔદારિક શરીર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે વનસ્પતિમાં અનંત જીવ છે, તો તેના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત કેમ કહ્યા છે. તેનું સમાધાન એ છે કે વનસ્પતિમાં નિગોદમાં(સાધારણ વનસ્પતિ)એક–એક શરીરમાં અનંત-અનંત જીવો રહે છે. તેઓને જુદા જુદા ઔદારિક શરીર હોતા નથી માટે જીવો અનંત છે પણ તેના ઔદારિક શરીર અસંખ્યાતા જ છે.
મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- મુક્ત ઔદારિક શરીર અનંત છે. જીવે ઔદારિક શરીર ધારણ કર્યા પછી છોડી દીધું હોય અને પછી તે એક ઔદારિક શરીરના(અનંત સ્કંધ રૂપે પરિણત પુદ્ગલો) ઔદારિકપણાનો ત્યાગ ન કરે, ત્યાં સુધી ઔદારિક શરીરના મુશ્કેલગ કહેવાય છે.
કાળથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- કાળની અપેક્ષાએ મુક્ત ઔદારિક શરીર અનંત ઉત્સર્પિણી–અવસર્પિણીના જેટલા સમય તેટલા જાણવા. પ્રત્યેક સમયે એક એક મુક્ત ઔદારિક શરીરનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી–અવસર્પિણી પસાર થઈ જાય.
ક્ષેત્રથી મુક્ત ઔદારિક શરીર પરિમાણ :- ક્ષેત્રની અપેક્ષાએ તે દારિક મુક્ત શરીર અનંત લોક