________________
[ ૩૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૩) આહારક શરીર – ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાના યોગબળથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને સૂક્ષ્મ પદાર્થ વિષયક શંકાઓ થાય, તે સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્ય ક્ષેત્રમાં તીર્થકર ભગવાન વિદ્યમાન હોય અને ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય ત્યારે મુનિ જે શરીર દ્વારા તીર્થકર ભગવાન પાસે જઈ સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્લી મુનિ કરે છે. (૪) તૈજસ શરીર :- સ્થલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જ કારણ છે તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. આ તૈજસ શરીર તેજોમય હોવાથી ભક્ષણ કરાતા ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે– (૧) અનિઃસરણાત્મક–આ તૈજસ શરીર ભોગવેલ અન્નપાણીને પચાવનારું બની સ્કૂલ શરીરની અંદર રહે છે અને તે ઔદારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. (૨) નિઃસરણાત્મક–તેમાં જે શુભ છે તે સુભિક્ષ, શાંતિ વગેરેનું કારણ બને છે અને અશુભ છે તે અશાંતિ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે. નિઃસરણાત્મક તૈજસશરીર તેજોલબ્ધિથી પ્રાપ્ત થાય છે અને અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે.
(૫) કાર્મ શરીર - આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુલોનું બને છે અને તે સૌથી વધુ સ્થૂલ છે. અર્થાત્ તેમાં પોલાણ ભાગ વધુ છે. ક્રમથી ત્યાર પછીના શરીર વધુને વધુ પુગલના હોય અને તેનું પરિણમન સુક્ષ્મ-સુક્ષ્મતર હોય છે. તે આ આંખથી દષ્ટિગોચર થતા નથી. પરમાવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે.
ચોવીસ દંડકવર્તી જીવોના શરીરનું નિરૂપણ - ८ रइयाणं भंते ! कइ सरीरा पण्णता ? गोयमा ! तओ सरीरा पण्णत्ता,
નફા- વેકવિ, તેયા, પI ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને કેટલા શરીર છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓને ત્રણ શરીર હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વૈક્રિય, (ર) તૈજસ, (૩) કાર્પણ. | ९ असुरकुमाराणं भंते ! कइ सरीरा पण्णत्ता?
गोयमा ! तओ सरीरा पण्णत्ता, तं जहा- वेउव्विए तेयए कम्मए ।