________________
પ્રકરણ ૨૬/બઢ મુક્ત શરીર
|
[ ૩૮૯ ]
શરીરધારી જ હોય છે. શરીરથી જ તે જીવોનો પરિચય અને સ્વરૂપ સમજી શકાય છે. તેથી હવે સૂત્રકાર શરીરનું વર્ણન કરે છે.
શરીર નિરૂપણ :| ७ कइ णं भंते ! सरीरा पण्णत्ता ? गोयमा ! पंच सरीरा पण्णत्ता, तं जहाओरालिए, वेउव्विए, आहारए, तेयए, कम्मए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શરીરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કાર્મણ શરીર. વિવેચન :
તે સર્વત તિ શરીર: | જે જીર્ણશીર્ણ થાય તે શરીર. જન્મથી મૃત્યુ પર્યત નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે. તે શરીર પાંચ પ્રકારના છે.
(૧) ઔદારિક શરીર - ઔદારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. તે ઉદાર શબ્દના ત્રણ અર્થ છે– (૧) ઉદાર=પ્રધાન, (૨) ઉદાર=વિશાળ, વિસ્તત, (૩) ઉદાર=માંસ, મજ્જા, હાડકા વગેરે.
(૧) જે શરીર પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થકરો, ગણધરોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે ઔદારિકની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિયની લાખ યોજનની અવગાહના છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવપર્યત નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વધુ વિશાળ હોવાથી તેને ઉદાર–ઔદારિક શરીર કહેવામાં આવે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરે સપ્ત ધાતુનું હોય છે. અન્ય શરીરમાં સપ્તધાતુઓ હોતી નથી. આ શરીરના સ્વામી મનુષ્ય અને તિર્યંચો છે.
(ર) વૈકિય શરીર :- વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ જે શરીર દ્વારા થઈ શકે, નાના-મોટા, દશ્ય–અદશ્ય આદિ અનેક રૂપો જે શરીર દ્વારા થઈ શકે તે વૈક્રિય કહેવાય છે. વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી જે શરીર વૈક્રિય પુગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. દેવ-નારકીને જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવપ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે.