________________
[ ૩૮૮ ]
શ્રી અયોગવાર સૂત્ર
સંવેળા, મહેના, અનંતા ! ___ से केणटेणं भंते ! एवं वुच्चइ जीवदव्वा णं णो संखेज्जा णो असंखेज्जा अणता?
गोयमा ! असंखेज्जा णेरइया, असंखेज्जा असुरकुमारा जाव असंखेज्जा थणियकुमारा, असंखेज्जा पुढवीकाइया जाव असंखेज्जा वाउकाइया, अणंता वणस्सइकाइया, असंखेज्जा बेइदिया जाव असंखेज्जा चउरिंदिया, असंखेज्जा पंचेदियतिरिक्खजोणिया असंखेज्जा मणुसा, असंखेज्जा वाणमंतरा, असंखेज्जा जोइसिया, असंखेज्जा वेमाणिया, अणंता सिद्धा, से एएणं अटेणं गोयमा ! एवं वुच्चइ जीवदव्वा णं णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવદ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે જીવ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? | ઉત્તર- હે ગૌતમ! નારકી અસંખ્યાત છે, અસુરકુમાર વગેરે સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવો અસંખ્યાત છે. પૃથ્વીકાયથી લઈ વાયુકાય પર્વતના ચારે સ્થાવર જીવો અસંખ્યાત છે, વનસ્પતિકાય જીવ અનંત છે, બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિન્દ્રિય અસંખ્યાત છે, તિર્યંચ પંચેન્દ્રિયો અસંખ્યાત છે, મનુષ્યો અસંખ્યાત છે, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવો તથા વૈમાનિક દેવો અસંખ્યાત-અસંખ્યાત છે, સિદ્ધ અનંત છે. આ કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે જીવ સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે.
વિવેચન :
આ સૂત્ર દ્વારા જીવની અનંતતાનું વર્ણન કર્યું છે. જીવ સંખ્યાત કે અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવ બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. સંસારી જીવમાં પણ ત્રસ અને સ્થાવર એવા બે ભેદ છે. ત્રસ - ત્રસનામ કર્મના ઉદયથી જે જીવ પોતાના સુખ-દુઃખાદિના કારણે ગમનાગમન કરી શકે તે ત્રસ. તેમાં બેઈદ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે.
સ્થાવર :- સ્થાવર નામકર્મના ઉદયે જે જીવ પોતાના સુખ દુઃખાદિના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકતા નથી, તે સ્થાવર કહેવાય છે. તેમાં એક ઈદ્રિયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોનો સમાવેશ થાય છે. સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો અનંત છે. શેષ અસંખ્યાત છે.
સિદ્ધ :- સિદ્ધ જીવો પણ અનંત છે. તેથી જીવો અનંત છે. તેમ કહેવામાં આવે છે. સંસારી સર્વ જીવો