________________
પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
૩૮૭ ]
મળવા છતાં પણ જડત્વનો ત્યાગ કરતું નથી, તેથી તે દ્રવ્ય કહેવાય છે.
આ બેમાંથી અલ્પવક્તવ્ય હોવાથી પ્રથમ અજીવદ્રવ્યનું વર્ણન સૂત્રકારે કર્યું છે. અજીવ દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને અદ્ધાસમય. અહીં સૂત્રકારે અરૂપી અજીવ અને રૂપી અજીવ એવા બે ભેદ કર્યા છે. આ પાંચ અજીવ દ્રવ્યમાંથી પગલાસ્તિકાય એક રૂપી છે અને શેષ ચાર અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત હોય તે રૂપી કહેવાય છે અને તેનાથી વિપરીત અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અરૂપી કહેવાય છે.
સૂત્રકારે અરૂપી અજીવના ૧૦ પ્રકાર વર્ણવ્યા છે. તેમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય દેશ અને ધર્માસ્તિકાય પ્રદેશ. તે જ રીતે અધર્માસ્તિકાયના ત્રણ અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદ અને કાળ એમ ૧૦ ભેદ કર્યા છે. જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય એક અખંડ દ્રવ્ય રૂપ જ છે પરંતુ નિયવિવક્ષાથી તેના ત્રણ-ત્રણ ભેદ કર્યા છે. સામાન્યને સ્વીકારનાર સંગ્રહનયના મતે ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. આખાલોક વ્યાપી ધર્માસ્તિકાયમાં ધર્માસ્તિકાયત્વ–સામાન્ય સમાન રૂપે વ્યાપીને રહેલ છે, તેથી ધર્માસ્તિકાય એક દ્રવ્યરૂપ છે. વસ્તુમાં રહેલ વિશેષ અંશને સ્વીકારનાર વ્યવહારનય ધર્માસ્તિકાયના દેશને સ્વીકારે છે. જીવ અને પુદગલની ગતિમાં સહાયક થવું તે ધર્માસ્તિકાયનું કાર્ય છે, લક્ષણ છે. પ્રાયઃ જીવ અને પુદ્ગલ લોકના દેશભાગમાં ગતિ કરે છે. તેથી ધર્માસ્તિકાયનો દેશ જ જીવ–પુલની ગતિમાં સહાયક બને છે. માટે ધર્માસ્તિકાયનો દેશ અલગ દ્રવ્ય કહેવાય. તેનો અલગ સ્વીકાર કરવો જોઈએ. દ્રવ્યના બુદ્ધિકલ્પિત વિભાગને દેશ કહેવામાં આવે છે. વર્તમાન વર્તી અને સ્વકીય અવસ્થાને સ્વીકારનાર 28જસુત્ર નય ધર્માસ્તિકાયના પ્રદેશને સ્વીકારે છે. તેના મતે ધર્માસ્તિકાયના એક–એક પ્રદેશ સ્વસામર્થ્યથી જીવ–પુદ્ગલની ગતિમાં નિમિત્ત બને છે માટે તે સ્વતંત્ર દ્રવ્ય છે. ધર્માસ્તિકાયના નિર્વિભાગ અંશ, કેવળીના જ્ઞાનમાં પણ જેના બે વિભાગ ન થઈ શકે તેવા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. આમ સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્ર નય, આ ત્રણ નયના મંતવ્યથી ધર્માસ્તિકાયના ત્રણ ભેદ થાય છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ ત્રણ-ત્રણ ભેદ જાણવા. અદ્ધાસમય કાળદ્રવ્યને એક જ માનેલ છે. નિશ્ચયનયના મતે ભૂતકાળ વ્યતીત થઈ ગયો છે, ભવિષ્યકાળ અનુત્પન્ન છે, માટે તે દ્રવ્ય નથી. તેમાં દેશ-પ્રદેશ રૂપ વિશેષ નથી. વર્તમાન કાલીન એક સમય જ પરમાર્થથી દ્રવ્યરૂપ છે, માટે તે એક જ છે. આમ અરૂપી અજીવના દશ ભેદ છે.
રૂપી અજીવના ચાર ભેદ કહ્યા છે. પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુ મળ વાથી બનતા યણુકથી લઈ, અનંત પરમાણુ ભેગા મળવાથી બનતા અનંતાણુક પર્યંતના અનંત સ્કંધો છે. સ્કંધનો બુદ્ધિ કલ્પિત વિભાગ દેશ કહેવાય છે અને સ્કન્ધનો નિર્વિભાગ અંશ, જેના કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાગ ન થઈ શકે, તેને પ્રદેશ કહેવામાં આવે છે અને તે પ્રદેશ–નિર્વિભાગ અંશ સ્કન્ધથી જુદો થઈ જાય ત્યારે પરમાણુ કહેવાય છે. આ રીતે સર્વ મળી અજીવના કુલ- ૧૪ ભેદ છે. જીવદ્રવ્ય નિરૂપણ - |६ जीवदव्वा णं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ? गोयमा ! णो