________________
૩૮૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
(૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાયનો દેશ, (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાયનો દેશ, (૯) આકાશાસ્તિકાયનો પ્રદેશ (૧૦) અદ્ધાસમય. | ४ रूविअजीवदव्वा णं भंते ! कइविहा पण्णत्ता? ____ गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा खंधा, खंधदेसा, खंधप्पदेसा, परमाणुपोग्गला । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્!રૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે?
ઉત્તર–હે ગૌતમ! રૂપી અજીવ દ્રવ્યના ચાર પ્રકાર છે, જેમકે (૧) સ્કન્ધ, (૨) સ્કન્ધ દેશ, (૩) સ્કન્ધ પ્રદેશ, (૪) પરમાણુ પુદ્ગલ. | ५ ते णं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ? गोयमा ! नो संखेज्जा, णो असंखेज्जा, अणंता । से केणतुणं भंते ! एवं वुच्चइ- ते णं णो संखेज्जा, णो असंखेज्जा अणंता? ___गोयमा ! अणंता परमाणुपोग्गला अणंता दुपएसिया खंधा जाव अणंता अणंत पएसिया खंधा, से एएणं अटेण गोयमा ! एवं वुच्चइ- ते ण णो संखेज्जा, णो असंखेज्जा, अणंता । ભાવાર્થ – પ્રશ્ન- ભગવન્! આ સ્કન્ધ વગેરે રૂપી અજીવ દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! તે સ્કન્ધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સ્કન્ધ વગેરે સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે?
ઉત્તર- હે ગૌતમ! પરમાણુ યુગલ અનંત છે, દ્ધિપ્રદેશી સ્કન્ધ અનંત છે, ત્રિપ્રદેશી સ્કન્ધથી લઈ અનંતપ્રદેશી સ્કન્ધ અનંત છે. તે કારણથી જ હે ગૌતમ! એમ કહેવાય છે કે સ્કન્ધ વગેરે દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. વિવેચન :
| વિશ્વમાં મુખ્ય બે જ દ્રવ્ય છે. (૧) જીવ દ્રવ્ય (૨) અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય ચેતન અને જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે અજીવ દ્રવ્ય અચેતન અને જડ સ્વરૂપ છે. આ બંને દ્રવ્ય ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ યુક્ત છે. અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં મૂળગુણ—ધર્મથી ક્યારે ય ટ્યુત થતાં નથી. જીવ દ્રવ્ય ચેતન સ્વભાવ છોડીને ક્યારે ય અચેતનરૂપે પરિવર્તન પામતું નથી અને અજીવ દ્રવ્ય સહકારી અનેક કારણો